@મોહસીન દાલ, ગોધરા
થેલેસેમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે. જેમાં શરીરમાં લાલ રક્તકણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે. જેથી થેલેસેમિયાના દર્દીને કરાવવામાં આવે છે.ત્યારે ગોધરા શહેરમાં રહેતા એક શિક્ષક પોતાના બાળકને જન્મથી થેલેસેમિયા મેજર હોવાના કારણે દર મહિને વડોદરા સહિત ગોધરા અને ખાનગી હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફયુશન માટે લઈ જતા હતા.ત્યારે પોતાના દીકરાએ વેઠેલી તકલીફો અન્ય મધ્યમ વર્ગના બાળકો ન પડે તે માટે પોતાના મકાનમાં સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન બેગ્લોર, ઇન્ડિયન રેડક્રોસ ગોધરા તથા સાર્થક સેવા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 5 બેડની નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર શરૂ કરી છે.જ્યાં હાલ 30થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે.જ્યારે ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ 1938માં નોંધાયો હતો.
ગોધરા શહેરમાં રહેતા હીરેનભાઇ દરજી પોતાના પુત્રને દર માસે બ્લડ ટ્રાન્સફયુશન કરાવવા માટે વડોદરા સુધી જવું પડતું હતું.થેલેસેમિયા દર્દીને માટે ખાનગી હોસ્પિટલમાં 1200 રૂ જેટલી ફી વસૂલાતી હોય છે. તેમજ સરકારી હોસ્પિટલમાં દર્દીને વધુ રાહ જોવી પડતી હોવાથી હિરેનભાઇએ પોતાના પુત્રને વેઠવી પડતી તકલીફ અન્ય થેલેસેમિયાના દર્દીઓને વેઠવી ન પડે તે આશયથી નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર પોતાના ઘરે ઉભુ કર્યું છે.
સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન બેગ્લોર, ઇન્ડિયન રેડક્રોસ ગોધરા તથા સાર્થક સેવા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 5 બેડની નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર પોતાના ઘરે શરૂ કરી છે. જિલ્લામાં થેલેસેમિયાના 30થી વધુ દર્દીઓ પીડાઇ રહ્યા છે. તેઓને નિશુલ્ક બ્લડ ટ્રાન્સફયુશન માટે ડોકટર તથા નર્સ પણ રાખ્યા છે. એક દિવસમાં 5 દર્દીઓ અહીં આવીને મફતમાં લોહી ચઢાવી જાય છે. ગોધરાની રેડક્રોસ દ્વારા મફતમાં બ્લડ આપવામાં આવે છે. તેમજ મોંઘા લોહીના રિપોર્ટ મફતમાં બેંગ્લોર મોકલીને કરાવી આપે છે. અને આવા અન્ય દર્દીઓને ભટકવું ના પડે તેના માટે ઘરે નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર ચાલુ કરતાં પંચમહાલ અને મહીસાગરના થેલેસેમિયાના દર્દીઓ આવે છે.