◆ જિલ્લામાં કુલ ૭૧,૫૦૪ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી,
◆ ૪૪,૦૨૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાયું
◆ ૩૨,૦૮૪ સેલ્ફીઓ અપલોડ કરાઈ.
◆ જિલ્લામાં વીર વંદના હેઠળ ૮૧૦ વીરો-પરિવારોને સન્માનિત કરાયા.
◆ કુલ ૫૩૬ શીલા ફલકમની સ્થાપના સહિત ૭૧,૪૫૪ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા.
@MOHSIN DAL, GODHARA
આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લાના ૫૨૫ ગ્રામ પંચાયતો અને ૧૩૧ ગામો મળી કુલ ૬૫૬ ગામોમાં કાર્યક્રમ યોજાયા છે. તા.૧૬ ઓગસ્ટથી વિવિધ મહાનુભાવોના હસ્તે જિલ્લાના સાત તાલુકા કક્ષાના કાર્યક્રમો તથા ચાર નગર પાલિકાના કાર્યક્રમો પણ હર્ષભેર ઉજવાયા છે.પંચમહાલ જિલ્લામાં કુલ ૫૩૬ શીલા ફલકમ તથા અમૃત વાટિકાનું નિર્માણ કરાયું છે. જિલ્લાના નાગરિકો દ્વારા ૩૨,૦૮૪ સેલ્ફીઓ અપલોડ કરાઈ છે. જ્યારે કુલ ૭૧,૫૦૪ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ૪૪,૦૨૫ સ્વદેશી રોપાઓનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ ૮૧૦ વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જિલ્લાના અંદાજે ૭૧,૪૫૪ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં તથા તાલુકા કક્ષાએ ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે. દરેક ગ્રામ પંચાયતથી માટી યોગ્ય પાત્રમાં એકત્રિત કરીને કળશ દ્વારા તાલુકા કક્ષાએ લાવવામાં આવી છે.હવે પછી જિલ્લાના કુલ સાત તાલુકા દીઠ ૧ એમ કુલ ૭ યુવા પ્રતિનિધિ કળશ લઈને આગામી ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ મહોત્સવ ખાતે રવાના થશે અને ૩૦ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે ફિનાલે મહોત્સવમાં ભાગ લેશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
GODHARA/ ભાગોળ પાસે ખોદવામાં આવેલ ખાડામાં વધુ એક કાર ફસાઈ
રાજકીય દુરાગ્રહો/ ગોધરાના અંબિકાનગર રહીશો દ્વારા રસ્તો અને ગટર વ્યવસ્થાની સુવિધાઓ આપોની રજૂઆત