#RUTUL PRAJAPATI ARVALLI
ગત રોજ તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે શહેરની સર્વોદય હાઇસ્કુલના પટાંગણથી શરૂ થયેલી મૌન રેલી નગરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ શિસ્તબદ્ધ રીતે ડીપ વિસ્તાર માંથી પરત ફરી પુનઃ સર્વોદય હાઇસ્કુલના પટાંગણ ખાતે આવી પહોંચી હતી.
અરવલ્લી જિલ્લાના તમામ બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર તેમજ અરવલ્લી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આયોજિત એક વિશાળ મૌન રેલી મોડાસા નગરમાં યોજવામાં આવી હતી.
ગ્રાન્ટેડ શાળાઓ તેમજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓએ કરેલા વિવિધ આંદોલનના કારણે તત્કાલીન શિક્ષણમંત્રીએ ગ્રાન્ટેડ શાળાઓ તેમજ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંતર્ગત આઠ જેટલી મહત્વની જાહેરાતો મીડિયા સમક્ષ જાહેર કરી હતી,, પરંતુ તે પૈકીની કેટલીક બાબતોના ઠરાવો કે પરિપત્રો આજદિન સુધી ન થતા આંદોલનના નવમા તબક્કાના ભાગ રૂપે રાજ્યના તમામ જિલ્લા મથકોએ વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોજાયેલી મૌન રેલીએ ગત વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આપેલા વચનો અને સમાધાન સમયે સ્વીકારેલા પ્રશ્નોના ઉકેલ પછી સરકારે કરવાના ઠરાવો યાદ દેવડાવી પોતાના મૌન થી સરકારના કાન ઉઘાડવાની જોરદાર કોશિશ કરી છે. આજે આ રેલી મૌન રેલી હોવા ઉપરાંત સંચાલકો,, આચાર્યો,,શિક્ષકો,, કારકુનો અને સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,, અરવલ્લી જિલ્લા માંથી આશરે 2500થી પણ વધારે કર્મચારીઓએ સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી બેનરો અને પ્લે કાર્ડસ પર વિવિધ સ્લોગન દ્વારા પોતાના પ્રાણ પ્રશ્નો રજૂ કર્યા હતા.
નવમા તબક્કાના આ કાર્યક્રમ પછી પણ સરકાર,, કર્મચારીઓના સમાધાનના પ્રશ્નોના અક્ષરસઃ ઠરાવો અને પરિપત્રો નહીં કરે તો દસમો તબક્કો આક્રમક અને જલદ હશે એમ સંકલન સમિતિના પ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ મહામંત્રી અને પૂર્વ બોર્ડ મેમ્બર અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd