@Partho pandya , પાટણ
પાટણ જિલ્લામાં રોજગાર વિહીન ઉમેદવારો ને નોકરી મળી રહે તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમ્પસમાં રોજગાર ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ઓપરેટર, ટ્રેઈની, લાઇન ઓપરેટર, રિક્રુટમેન્ટ ઓફિસર, એડવાઈજર, પ્યૂન સેલ્સ મેનેજરની જગ્યાઓ પર ભરતી યોજાશે. આ માટે ઉમેદવારોએ ૩૦ મે ના રોજ મંગળવારના દિવસે ૧૦:૦૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર પાટણ , સુવિધા ભવન એસ.બી.આઈ. બેંકની પાસે યુનિવર્સિટી કેમ્પસમાં હાજર રહે. ધોરણ ૧૦/આઈ.ટી.આઈ પાસ/ડિપ્લોમા/ગેજયુટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકે છે. જ્યાં ખાનગી નોકરી દાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી થવાની છે. જેમાં વેલસ્પન ઈન્ડિયા લી. અંજાર, કોસ્મોસ મેનપાવર પ્રા.લી. ગાંધીનગર, બાનેશ્વરી ચેહર એન્ટરપ્રાઇઝ પાટણ, એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા પાટણ, શિવ શક્તિ બાયો ટેકનોલોજી લી. અમદાવાદ, હેલીસ કિયા મોટર્સ પાટણ, દિવ્યમ એન્ટરપ્રાઇઝ પાટણ તથા અન્ય નોકરી દાતાઓ હાજર રહેશે.
આ ભરતીમેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇંટરવ્યૂમાં ઉપસ્થિત થવાનું છે. ત્યારે તમામ અસલ અને નકલ પ્રમાણપત્રોની ૩ થી ૪ નકલ, બે ફોટોગ્રાફ સાથે ઇંટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી ન કરાઇ તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. આ માટે www.anubandham.gujrat.gov.in અને વધુ માહિતી માટે ૬૩૫૭૩૯૦૩૯૦ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી શકે છે. જે રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.