@કાર્તિક વાજા ઊના
ઊના દિવ રોડ પર આવેલ એ.માંડવી ચેક પોસ્ટ નજીક આવેલ બટુક હનુમાન મંદિરની આસપાસે સિંહણે(lioness) રહેણાંક બનાવી લીધુ હોય તેમ રાત્રીના સમયે એક સિંહણ(lioness) રસ્તો ક્રોસ કરતી વખતે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ વાહન થંભાવી દીધા હતા. અને સિંહણે આરામથી રસ્તો ક્રોસ કરી લીધેલ હતો. આ સમગ્ર ઘટના વાહન ચાલકે કેદ કરી હતી. અગાઉ થોડા દિવસ પહેલા પણ આજ સ્થળ પર સિંહણ પોતાના બચ્ચે સાથે નિકળતા રસ્તા પરથી પસાર થતા લોકોએ નિહાળેલ હોય જોકે ત્રણ દિવસ પહેલા નવાબંદર ગામમાં એક સિંહણની પાછળ શખ્સોએ બાઇક ભગાડી સિંહણને દોડાવી દોડાવીને હંફાવી દઇ પજવણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયેલ હતો. જે અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ વનવિભાગ દ્રારા તપાસ હાથ ધરી હતી. પરંતુ આજ સુધી વન્યપ્રાણી સિંહણની પજવણી કરનારા શખ્સો વનવિભાગની પકડથી દૂર રહ્યા છે. આથી પજવણી કરનાર શખ્સોને કાયદાનુભાન કરાવવા જરૂરી છે તેવા સવાલો વન્યપ્રેમીઓમાં ઉઠવા પામેલ છે.