ગોધરા સીવીલ લાઈન્સ ઉર્દુ મિશ્ર શાળાની ૮૫ વર્ષ પુરાણી બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાને કારણે ઉતારી લેવાના આદેશ..
ગોધરા શહેરમાં આવેલ ૮૫ વર્ષ જૂની સિવિલ લાઇન્સ ઉર્દુ મિશ્રશાળાની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોખમ નીચે અભ્યાસ કરવો પડતો હતો. જેથી શાળાના આચાર્ય દ્વારા જર્જરીત શાળાની બિલ્ડિંગને ઉતારી લેવા માટે રજૂઆત વડી કચેરી ખાતે કરવામાં આવી હતી. જેથી વડી કચેરીએ દરખાસ્ત મંજૂર કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મકાનને ઉતારી લેવાના આદેશ આપવામાં આવ્યો હતો. ગોધરા શહેરનાં જૂની પોસ્ટ વિસ્તારમાં આવેલી ૮૫ વર્ષ જુની સિવિલ લાઇન્સ ઉર્દુ મિશ્ર શાળા આવેલી છે જ્યાં બાલવાટિકા થી લઇ ધોરણ ૧ થી ૮ ના ૨૭૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાળાના નીચેના ભાગ ના ચારે બાજુના પિલ્લર અત્યંત જર્જરીત તેમજ ઉપરના ભાગ નળીયાવાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યા રહેતી હતી. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં તકલીફ પડતી હતી.
ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સિવિલ લાઇન્સ ઉર્દુ મિશ્ર શાળામાં છ ઓરડા વાળી શાળા બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ લાઇન્સ ઉર્દુ મિશ્રશાળા ૧૯૩૮ માં બનાવવામાં આવી હતી. અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે શાળાના મુખ્ય ગેટ આગળ સીમેન્ટના પિલ્લરમાં મોટી મોટી તિરાડો પડી જવા પામી છે.જ્યારે ઉપરના ભાગે નળિયાવાળો હોવાના કારણે ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યા બનતી હતી જેના કારણે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરી શકતા ન હતા જેના કારણે શાળાના આચાર્ય દ્વારા વડી કચેરીએ જર્જરિત બિલ્ડીંગ ઉતારી લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા સિવિલ લાઇન્સ ઉર્દુ મિશ્ર શાળાને ડિમોલિશન કરી છ ઓરડા વાળી આધુનિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-