@Rutul Prajapati, MOdasa
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણીયોર કંપા નજીક મુખીના મુવાડામાં એક પરિવારના ઘર પાછળ ખેતરમાં નવજાત શિશુને ત્યજી દેતા ખેડૂત પરિવાર ખેતરમાં નવજાત બાળકના રડતો અવાજ સાંભળી ચોંકી ઉઠ્યું હતું રડતા બાળકને ઘરમાં સુરક્ષિત કરી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે માલપુર સીએચસીમાં ખસેડી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધું હતું ખેડૂત પરિવારની હૂંફ વચ્ચે નવજાત શિશુની હાલત સ્થિર છે
માલપુરના અણિયોર પાસે આવેલા મુખીના મુવાડા ગામે આજે સવારે 11 વાગ્યાના અરસામાં ખેતર માલિક રણજિત તરાળ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ દરમિયાન ખેતરમાંથી કોઈ નવજાત બાળકના રડવાનો અવાજ આવ્યો. જેથી ખેતરની બાજુના ભાગમાં જઈને જોયું તો તાજું જન્મેલું તરછોડાયેલું નવજાત શિશુ હતું. જેથી ખેડૂતે ઘર પરિવારના સદસ્યોને જાણ કરી હતી.
બાળકને પરિવારની મહિલા ઘરમાં લઇ આવી હતી અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સન મારફતે માલપુર સીએચસીમાં ખસેડી પ્રાથમિક સારવાર આપી બાળકને વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં ખસેડી દીધું હતું ખેડૂત પરિવાર સતત ત્યજી દેવાયેલ બાળકને પરિવારની હૂંફ પુરી પાડી હતી ભલે કોઈ પાપી યુગલે કે પરિવારે બાળકને ત્યજી દેતા જીવ નહિ ખચકાયો હોય પરંતુ ખેડૂત પરિવાર ત્યજી દેવાયેલ બાળક માટે હાલ પૂરતા પરિવારની હૂંફ પુરી પાડી રહ્યો છે આ અંગે માલપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી તરછોડાયેલ બાળકની હાલત સ્વસ્થ છે પોલીસે બાળકને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી