- જિલ્લા કલેકટર અમિત અરોરાએ રાત્રિસભામાં ગ્રામજનોના પ્રશ્નોને સાંભળ્યા
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામે તા.૧૬ મે, ૨૦૨૩ ના રોજ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અગાઉના છેલ્લા ૧૦(દસ) દિવસ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓએ તેઓના વિભાગ હેઠળ આવતી સરકારશ્રીની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ આપવાનો બાકી હોય તેવા લાભાર્થીઓના ફોર્મ/અરજીઓ મેળવી તેઓને લાભો/સહાય આપવાની કામગીરી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોની કચેરીઓ દ્વારા ગામમાં જે પણ કાંઈ મિલ્કત આવેલ હોય જેવી કે ગામ તળાવ, ચેકડેમ, કેનાલ, સ્ટ્રીટ લાઈટ, અન્ય બાંધકામો વગેરેની સાફ સફાઈ તથા જરૂરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા સરકારી કચેરીની ઓડીટ અંતર્ગત તપાસણી, સંબંધિત કામોની ગુણવત્તાની ચકાસણી જેવા કામો હાથ ધરવામાં આવ્યા હતા. સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રિ સભાના આયોજન પૂર્વે જ ગામજનોના પ્રશ્નોનું નિવારણ આવે તે દિશામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
રાત્રિસભા કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ વિવિધ મુદ્દે કુલ-૨૧ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવાના ઉમદા હેતુથી કલેક્ટરશ્રી દ્વારા સ્થળ ઉપર હાજર રહેલા અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રશ્નના નિરાકરણ લાવવાનો યથાર્થ પ્રયત્ન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાપૂર્વક ગ્રામજનોની વચ્ચે રહી છેવાડાના માનવીને સરકારશ્રીની યોજનાઓનો ઘરે બેઠા લાભ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુને ફળીભૂત કરવા અર્થે જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરણાથી કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાત્રિ સભાના કાર્યક્રમ પૂર્વે જ સરકારની મહત્વની યોજનાઓ અંતર્ગત મામલતદાર કચેરી સમાજ સુરક્ષા અંતર્ગતની યોજનામાં કુલ ૦૬, પુરવઠા વિભાગની યોજનાઓ જેવી કે માં અન્નપૂર્ણા સહિતની વિવિધ યોજના અંતર્ગત કુલ ૪૭ તેમજ આધારકાર્ડ અંતર્ગત કુલ ૯૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્યને લગતી યોજનાઓઓ જેવી કે PM JAY કાર્ડનાં કુલ ૫૦૩ તથા આભાકાર્ડ અંતર્ગત ૯૦ સહિત વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૩૮૩ લાભાર્થીઓને તથા જિલ્લા આરોગ્યને લગતી યોજનાઓ જેવી કે NCD CAMP, CBACK FORM વગેરે યોજનાઓ અંતર્ગત કુલ ૧૭૨૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
![](https://i0.wp.com/www.1nonlynews.com/wp-content/uploads/2023/05/mineshbhai-1.png?resize=788%2C509)
ખેતીવાડીને લગતી યોજનાઓ જેવી કે પંપસેટ, ટ્રેક્ટર જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૧૯ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. એસ.ટી.વિભાગ તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૬૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ અંતર્ગત કુલ ૧૧ લાભાર્થીઓને, જિલ્લા સમાજ કલ્યાણ(વિકસતી જાતિ) માટેની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૩૧૭ લાભાર્થીઓને,પ્રાથમિક શિક્ષણ વિભાગની યોજનાઓ જેવી કે, શિષ્યવૃતિ,વિદ્યાલક્ષી વગેરે અંતર્ગત કુલ ૪૪૭ લાભાર્થીઓને, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રીની યોજનાઓ અંતર્ગત કુલ ૨૩૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. ICDS ની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૭૩૩ લાભાર્થીઓને તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતગર્તની યોજનાઓનો કુલ ૪૪૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ “સંતૃપ્તી અભિયાન” અંતર્ગત ગ્રામજનોને તેમના દ્વાર સુધી પહોંચી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ WHOLISTIC APPROACH સાથે ૪(ચાર) મુખ્ય સ્તંભમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા અને ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિર્દેશક જી.કે.રાઠોડ, પ્રાંત અધિકારી બાલમુકુન્દ સૂર્યવંશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.ફરીદા સમાં ક્ચ્છ