નવસારી શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી હતી. વોચમેન પિતા સૂતા હતા અને માતા ઘરકામ કરવા ગઈ હતી. તે દરમિયાન નાની બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડતા તેનું ડૂબી જવાથી કરૂણ મોત થયું હતું.
આ ઘટના બાદ અચાનક જાગી ગયેલા પિતાએ દીકરીને ડોલમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. પિતાએ જોયું તો પોતાની વ્હાલસોયી દીકરી હવે આ દુનિયામાં રહી નહોતી. તરત દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોતાના સંતાનને ગુમાવતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU