@મોહસીન દાલ, ગોધરા
ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં ગુજરાત કોમન યુનિવર્સિટી બીલ પસાર થવા જઈ રહ્યું છે. આ સમાચાર જાણ્યા પછી આ સુચિત બિલથી થનાર સંભવિત નુકસાનને જોતા સદર બિલનો રાજ્યભરના અધ્યાપક દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડો. મહાવીરસિંહ ડાભી તથા અન્ય આગેવાન અધ્યાપકોએ ગોધરા કલેકટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા.જ્યાં અધ્યાપકોએ પોતાની રજૂઆત જણાવી પોતાની લાગણી લાગતા-વળગતાઓને તાત્કાલિક પહોંચાડવા માટે રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર વતી ચીટનીશ એમ.બી.પાટીલને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું. ચિટનીશ એમ.બી.પાટીલે અધ્યાપકોની લાગણી લાગતા વળગતાને પહોંચાડવાની ખાતરી આપી હતી. અધ્યાપકોએ “અધ્યાપક એકતા જિંદાબાદ”ના સૂત્રો પોકાર્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8