◆ ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારના પ્રશ્નો બાબતે સૌકોઈએ સાથે મળીને ઉકેલ લાવવા સૂચનો કરાયા…
@મોહસીન દાલ ગોધરા
પંચમહાલ કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી ખાતે પ્રિ- મોન્સુન બેઠક ૨૦૨૩-૨૪ યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર આશિષ કુમારે પ્રિ- મોન્સુનની કામગીરી વેગવંતી બનાવવા, સફાઈ કામગીરી, લટકતા વાયરોને દૂર કરવા, વૃક્ષો ટ્રીમીંગ કરવા, ગટરની સફાઈ કરવી, નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેના નિકાલની વ્યવસ્થા જેવી બાબતોની સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
પંચમહાલ જિલ્લાના શહેર અને ગ્રામ્યની પ્રિ- મોન્સુનની તૈયારીઓના ભાગરૂપે નદીકાંઠાના લોકોને જરૂર જણાય ત્યારે સ્થળાંતર કરાવવાની સૂચના અપાઇ હતી. આ સાથે સબંધિત વિભાગોએ કઈ કઈ તૈયારીઓ કરી છે તેની વિગતો જિલ્લા કલેકટર એ મેળવી હતી. જેમાં નગર પાલિકાની તૈયારીઓ, માર્ગ અને મકાન વિભાગની તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી.
આ સાથે તાલુકા લેવલે મામલતદાર સહિતના અધિકારીઓને પોતાના વિસ્તારની વિઝીટ કરવા જણાવ્યું હતું તથા કોઈપણ પ્રકારના પ્રશ્ન બાબતે સૌ કોઈએ સાથે મળીને ઉકેલ લાવવા સૂચના અપાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
સ્ત્રીઓની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા- આ અમાનવીયપણું ક્યાંથી આવે છે!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ