પંચમહાલ જિલ્લામાં મિશન વાત્સલ્ય (સંકલિત બાળ સુરક્ષા યોજના) અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગોઘરા, પંચમહાલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ દ્રારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના “શ્રેષ્ઠ હીત તથા અધિકારો” ના રક્ષણ માટેની અસરકારક અને સક્ષમ વ્યવસ્થા ઉભી કરવી તથા કપરી પરિસ્થિતિમાં રહેલાં બાળકોનાં પુનઃસ્થાપન માટે કાર્યો કરી તેમને સમાજમાં મજબુત સ્થાન અપાવવા માટે મિશન વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં બાળ સુરક્ષા યોજનાની વિવિઘ કામગીરી અને શેરીમાં રહેતા બાળકો (CISS) તથા સંસ્થામાં રહેતા બાળકોના પુન:સ્થાપન તેમજ જુવેનાઇલ જસ્ટિસ રૂલ્સ મુજબની વિવિઘ કામગીરી, દત્તક વિઘાનની કામગીરીતથા પંચમહાલ જિલ્લામાં બાળકોના બાળ કલ્યાણ સમિતીમાં રજુ થયેલા કેસો તેમજ નિકાલ થયેલ કેસો બાબતે ચર્ચા કરવામાં આવી.
ઉપરોક્ત બેઠકમાં માન. નિવાસી અધિક કલેટકટર તથા જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ ગોધરા, શિક્ષણ વિભાગના અધિકારી, શ્રમ વિભાગના અધિકારી, ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન અને સભ્યો, તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ સમાજ સુરક્ષા કચેરી તથા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU