[૱ ૧૯,૪૬,૪૦૦/-ની કિંમત નો દારૂ નો જથ્થો ઝડપી પાડતી ચોટીલા પોલીસ]
ચોટીલા માં નેશનલ હાઇવે પરથી ચોખાની આડ માં પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક ને ઝડપી પાડવા માં ચોટીલા પોલીસ ને સફળતા મળેલ હતી.
આ અંગે ચોટીલા પોલીસ મથકે થી પ્રાપ્ત થતી વિગતોનુંશાર ચોટીલા પોલીસ ને ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળેલ અને જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન HP- 38- H- 1489 નંબર નો ટ્રક પસાર થયેલ, જેને રોકી તપાસ કરતાં ચોખાની બોરી ની વચ્ચે અંદર નાં ભાગે વિવિધ બ્રાન્ડ ની ૫૪૩૬ નંગ બોટલો મળી આવેલ હતી.૧૯,૪૬,૪૦૦/- ની કિંમત નો ભારતીય બનાવટ નો પરપ્રાંતિય દારૂ ભરેલ ટ્રક ને ઝડપી પાડવા માં પોલીસ ને સફળતા મળેલ હતી.
ચોખાની આડ માં આ દારૂ ને રાજકોટ થી આગળ પહોંચાડવા નો હોવાનું જાણવા મળેલ.
દારૂ નાં જથ્થા ને ઝડપી પાડવા ચોટીલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. જે.જે. જાડેજા , પો. હેડ. કોન્સ. કેહાભાઈ મકવાણા, વલ્લભભાઈ ખટાણા , મહિપત સિંહ પરમાર અને પો. કોન્સ. સરદાર સિંહ બારડ વગેરે પોલીસ સ્ટાફ રોકાયેલ હતો.
ચોખાની 250 બોરી કિંમત રૂ.૧,૨૫,૦૦૦/- , પરપ્રાંતિય દારૂ ની બોટલો નંગ- 5436 જેની કિંમત રૂ. ૧૯,૪૬,૪૦૦/-અને ટ્રકની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન વગરે સહિત નાં એમ કુલ મળી રૂ. ૩૦,૭૬,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે (૧) એક શખ્સ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..
@સુભાષ મંડિર