@પરેશ પરમાર, અમરેલી
વડીયા નજીક આવેલ સાકરોળી ડેમના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થતા બે લોકોનો વીડીયો વાયરલ થયો છે. સાકરોળી ડેમ ઓવર ફ્લો થતા ધસમસતો પ્રવાહ પાળા ઉપર વહેતો થયો હતો. આ ધસમસતા પ્રવાહમાં જીવન ના જોખમે બે યુવકો પલ ઉપરથી પસાર થઇ રહ્યા છે.
આ વીડીયો વાયરલ થયા બાદ ડેમ પરના અધિકારી કે કર્મચારી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સામાન્ય લોકો આ પાના પર કેવી રીતે પસાર થઇ શકે. સાકરોળી ડેમ ઓવર ફ્લો થયાને બે દિવસ જ થયા છે. હાલ આ વીડીયોને બે દિવસ થયા હોવાનું અનુમાન છે. તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતો વિડિઓ વાઇરલ થયો છે.
વડીયા / સાકરોળી ડેમ ઓવર ફ્લો થતા ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થતા બે લોકોનો વીડિયો વાઇરલ……. pic.twitter.com/XDFGl9YN01
— Patel Prax (@Patelprax02) July 4, 2023