- અધ..ધ.ધ ગણનાપાત્ર રકમથી વધુ માતબર રકમ નો દારૂ ઝડપાયો!
- એલસીબી ટીમે ૬ શખ્સોને દબોચી લઈ ૨૬.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ટંકારા પોલીસ સ્ટેશન નાં કાર્યક્ષેત્રમાં સ્થાનિક પોલીસ નેં ઉંઘતી રાખીને બહાર ની એજન્સી એલસીબીએ ગણનાપાત્ર રકમથી વધુ માતબર રકમ નો દારૂ ઝડપી ને છ શખસો ની અટકાયત કરી છે. મોરબી જિલ્લા એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહી વેચાણ કરતા છ શખ્સોને રૂપિયા છવ્વીસ લાખ ચોરાણુ હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાની સાથે આ ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરતા માસ્ટર માઈન્ડ રાજસ્થાની શખ્સ ફરાર થઈ ગયો દર્શાવી સાત આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. સરકારશ્રીના વર્ષ ૨૦૦૩ ના ઠરાવ મુજબ બહારની એજન્સીએ ગણનાપાત્ર રકમથી વધુ રકમનો વિદેશી દારૂ ઝડપી લીધો છે
અત્યારે સ્થાનિક પોલીસ સામે શું પગલાં લેવાય છે? તે આવનારો સમય કહેશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લજાઈ – હડમતીયા રોડ ઉપર લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પ્લોટ નંબર ૨૮ નાં ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે એલસીબી ટીમે ગઈકાલે દરોડો પાડતા ઉમા પ્લાસ્ટિકના ગોડાઉનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૨૮૪ બોટલ મળી આવતા ગોડાઉનમાં હાજર રહેલા છ રાજસ્થાની શખ્સો આરોપીઓ અનિલકુમાર ભાગીરથજી રામનારાયણજી લટીયાલ, રહે.ગીરધરધોરા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન), મુકેશકુમાર પુનમારામ ગોરધનરામ જાંગુ, રહે. રાજીવનગર પુર ગામ તા.રાનીવાડા જી.સાંચૌર (રાજસ્થાન), ભવરલાલ મંગળારામ હાથીરામ ખોડ, રહે. દુઠવા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન), પ્રવિણકુમાર ભગવાનારામ રામુરામ ગોદારા, રહે. ડડુસણ તા.જી.સાંચૌર, મોહનલાલ પુનમારામ રામુરામ ગોદારા, રહે. ડડુસણ તા.જી.સાંચૌર અને ઓમપ્રકાશ હીરારામ ધુડારામ ખીચડ, રહે. દુઠવા તા.ચિતલવાના જી.સાંચૌર (રાજસ્થાન) વાળાને ગોડાઉન ઉપર દારૂનું કટિંગ કરતી વખતે રંગે હાથ ઝડપી લીધા હતા.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછ માં રાજસ્થાનના પ્રદીપ નામના શખ્સે આ ગોડાઉન ભાડે રાખી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને સ્થાનિકે વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી. પરંતુ આરોપી પ્રદીપ હાજર નહિ મળી આવતા પોલીસે દરોડા દરમિયાન ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૨૮૨ નંગ બોટલ કિંમત રૂપિયા સતર લાખ બાવન હજાર છસો સાંઇઠ ,મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-BW-6043 કિંમત રૂપિયા પાંચ લાખ, મારૂતી સુઝુકી કંપનીની કેરીટર્બો ગાડી નંબર-GJ-25-U-3384 કિંમત રૂપિયા ત્રણ લાખ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૯ કિંમત રૂપિયા એકત્રીસ હજાર પાંચસો તેમજ ઇંગ્લીશ દારૂ વેચાણના રોકડા રૂપીયા એક લાખ દશ હજાર મળીને કુલ રૂપિયા છવ્વીસ લાખ ચોરાણુ હજાર એકસો સાંઇઠ નો મુદામાલ કબ્જે કરીને ટંકારા પોલીસ મથકમાં સાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય ડોકટર કિરીટભાઈ પટેલ નો ઢોલ વગાડતો વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયો
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8