- યુવકના મૃતદેહને ઉતારીને પી.એમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી જરૂરી તપાસ હાથ ધરી…
@Mohsin dal, godhara
ઘોઘંબા તાલુકાના કાલસર ગામના ૧૬ વર્ષીય યુવકનો મૃતદેહ હાલોલ તાલુકાના મોટી ઉભરવન ગામે ગળાફાંસો(sucide) ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવક ગઈ કાલે બપોર પછી મોટી ઉભરવન ગામે રહેતી તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. અને આજ સવારે તેનો મૃતદેહ એક વૃક્ષ ઉપર લટકતો મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવકના મૃતદેહને ઉતારીને પી.એમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી જરૂરી તપાસ હાથ ધરી છે.
ઘોઘંબા તાલુકાના કાલસર ગામના વદેસિંગ નાયકને હાલોલ તાલુકાના મોટી ઉભરવન ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, સાથે જીવવા માટે ઉંમર અને યુવતીના પરીવારજનો બાધારૂપ બની રહ્યા હતા. યુવક અને યુવતી બન્નેની ઉંમર ઓછી હતી એટલે ભાગીને લગ્ન કરી શકે તેમ ન હતા. ગઈ કાલે યુવક બપોરે તેના મોટા કાકાના દીકરાની બાઈક લઈ મિત્રોને ચેલાવાડા જવાનું કહી ઘરે થી નીકળ્યો હતો. અને મોટી ઉભરવન ગામની ટેકરી ઉપર આવેલ વૃક્ષ ઉપર ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો.
આપધાત કરનાર આ યુવક યુવક પોતાની પ્રેમીકા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ બન્નેની ઉંમર પણ લગ્ન માટે ઓછી હોવાથી અને પ્રેમીકાનું કુટુંબ આર્થિક રીતે સધ્ધર હોવાથી યુવકને લગ્ન માટે પોતાની આર્થિક નબળી સ્થિતિ નડતર રૂપ બની રહેતા આ યુવક પોતાની પ્રેમીકાને એક વાર મળીને મોત વ્હાલું કરવાનું મન બનાવીને નીકળ્યો હોય તેમ એ ચેલાવાડા ગયો હતો. પાવાગઢ પોલીસે યુવકના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત પાર્શિઅલ હેગિંગ હોવાનું અને સવારે ૨ થી ૪ ના ગાળામાં થયું હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું. યુવક ગત બપોરે ઘરેથી નીકળી ચેલાવાડા ગયો હોવાનું
તેના મિત્રોને જણાવ્યું હતું તો યુવક અડધી રાત્રે સુધી ક્યાં હતો ? અને અડધી રાત્રે પ્રેમીકાને મળવા માટે મોટી ઉભરવન ગયો તો ગામ બહાર ટેકરી ઉપર રાત્રે બે વાગ્યા પછી તેને ગળે ફાંસો કેમ ખાધો ? અને એ સમયે તેની પાસે હતી તે મોટર સાયકલ ત્યાં આસપાસના વિસ્તાર માં ક્યાંય જોવા કેમ ન મળી ? અનેક સવાલો ના જવાબો મેળવવા પોલીસ તપાસ કરી રહી છે, જે મોટર સાયકલ લઈને આવ્યો હતો તેની પણ શોધખોળ પોલીસ કરી રહી છે, જો કે બાઈક ની ચાવી યુવકના ખિસ્સા માં હતી તો તે બાઈક કયાંક મૂકી ને મોટી ઉભરવન પહોંચ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે યુવકે ટીશર્ટનો ગાળિયો કરી મોડી રાત્રે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ પ્રેમ સંબંધો માં તરુણ યુવક યુવતીઓના આવા બની રહેલા કિસ્સાઓ યુવકોમાં સમજશક્તિ અને સહનશક્તિ બંને નો અભાવ હોવાનું દર્શાવી રહ્યા છે.