@PARTHO PANDYA, PATAN
કેન્દ્ર સરકાર દ્વારા ભારતના દરેક નાગરિકને પુરાવારૂપે આધારકાર્ડ ફરીજીયાત કરેલ છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પાટણ જિલ્લાના ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓના આધારકાર્ડ ન નીકળતા નવા ૧૮ વર્ષથી ઉપરના આધારકાર્ડ કઢાવવા લોકોને પાટણના સરસ્વતી તેમજ શંખેશ્વર તાલુકા મથક ખાતે જવુ પડતુ હોઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ચાણસ્મા ખાતે ૧૮ વર્ષથી ઉપરના આધારકાર્ડ કાઢવાની સુવિધા શરૂ કરવામાં આવે તેવી તાલુકાવાસીઓની ઉગ્ર માંગ ઉઠવા પામી છે
પ્રાપ્ત માહિતી મુજબ આધારકાર્ડ ભારત દેશના દરેક નાગરીકે ધરાવવુ ફરજીયાત છે ત્યારે કોઈપણ સરકારી કામકાજ તેમજ અન્ય કામ માટે પણ આધારકાર્ડની ફરજીયાત જરૂર પડતી હોઇ છે ત્યારે પાટણ જિલ્લાના નવ તાલુકા માંથી ફક્ત બેજ તાલુકામાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને આધારકાર્ડ કાઢી આપવામાં આવે છે ત્યારે ચાણસ્મા સહિત અન્ય તાલુકાના લોકોને નવા ૧૮ વર્ષથી ઉપરના લોકોને આધારકાર્ડ કઢાવવા પાટણ જિલ્લાના સરસ્વતી તેમજ શંખેશ્વર તાલુકા મથકે આખો દિવસ પસાર કરી જવુ પડતુ હોઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ચાણસ્મા મામલતદાર કચેરીએ ૧૮ વર્ષથી ઉપર ના આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી તાલુકાવાસીઓની ઉગ્ર માંગ છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8