- અકસ્માતમાં પિતા પુત્રના નિપજ્યા મોત,
- રાજકોટના સંતકબીર રોડની ઘટના
- ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં પિતા પુત્રના થયા મોત
- મૃતદેહને સિવિલ પીએમ માટે ખસેડવામાં આવ્યા
- અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા
- પોલીસે પહોંચી ટોળા વિખેરી નાખ્યાં
accident: રાજકોટમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રના કરૂણ મોત થયા છે. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પિતા-પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જાયા પછી સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટોળીને વિખેર્યા હતા. પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં ઘરના બે મોભીના મોત થતા પરિવારજનોમાં આંક્રદનો માહોલ
અકસ્માતની ઘટનામાં ઘરના બે મોભીના મોત થતા પરિવારજનોમાં આંક્રદનો માહોલ છવાયો છે. ઘરમાં અરેરાટી વ્યાપી છે. મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા, જ્યારે તેમને પુત્ર અજય પરમાર એલ.એન.ટીમાં નોકરી કરતો હતો. અકસ્માતને પગલે પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બેફામ વાહન ચાલકો પર લગામ ક્યારે લાગશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
વડોદરા : અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાઓને દોડાવીને માર મરાયો, ચોરી કરીને બચવા યુવતીઓએ રચ્યું તરકટ
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ