@Partho Pandya, patan
હરિયાણામાં કુંડલી, માનસર એક્સપ્રેસ પર આજે સવારે એક પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો જેમાં પાટણ મહેસાણાના પાંચ ચૌધરી સમાજના યુવકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હરિયાણામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના કમકમાટી ભર્યા મોત થયા હતા પાંચે ગુજરાતી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના યુવકો હતા આ અકસ્માતમાં મહેસાણાના સામેત્રા અને ચિત્રોડીપૂરા તેમજ પાટણ જિલ્લાના ધિણોજ 3 યુવાનો ભેશો ખરીદવા માટે ગયા હતા અને કાલ ભરખી ગયો હતો
હરિયાણામાં આજે ગુરુવારે સવારે થયેલા માર્ગ અકસ્માતની વાત કરીએ તો પાટણ જિલ્લાના ધિણોજ પાસે કામલપુર અને સીતાપુર પરામાં રહેતા ચૌધરી સમાજના ત્રણ યુવકો તેમજ મહેસાણા ના ચિત્રોડીપુરા અને સામેત્રાના બે યુવકો આમ પાંચ જણા હરિયાણામાં ભેંસો ખરીદવા માટે ગઈકાલે ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે આજે સવારે માતેલા સાઢની જેમ આવી રહેલી ટકે ક્રેટા ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં આ પાંચે યુવાનોના કરું મત થયા હતા
મૃતક યુવકો ની યાદી
ચૌધરી મુકેશભાઈ સીતાપુરા,ચૌધરી ભરતભાઈ સીતાપુર,ચૌધરી જગદીશભાઈ કમાલપુર ધિણોજ તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ
જ્યારે મહેસાણા ના ચિત્રોડિપુરા અને સામેત્રા ના યુવકો નો સમાવેશ થાય છે આ અકસ્માત માં અશોકભાઈ ચૌધરી ચેરમેન નો ભણો પણ મોત ને ભેટ્યો હતો