@RUTUL PRAJAPATI
મોડાસાની શ્રી એચ એલ સરસ્વતી વિધાલયમાં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિધાર્થીનું આકસ્મિક મોતથી નિધન થવાની ઘટના સામે આવી છે. વિધાર્થીના મોતથી સ્કૂલમાં તેમજ પરિવાર પર શોકનો માહોલ વ્યાપ્યો છે.ત્યારે શાંત,શિસ્તબદ્ધ અને શિક્ષણમાં સદા આગળ રહેતા મૃતક વિદ્યાર્થીના મોતથી વિદ્યાર્થીમાં અને શાળાના શિક્ષકોમાં શોક છવાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય મૃતક વિદ્યાર્થી સાગરસિંહ ચૌહાણ મોડાસાના ભીલકૂવા ગામનો અને મોડાસા અભ્યાસ અર્થે આવતો હતો.ત્યારે મૃતક વિદ્યાર્થીને શારીરિક અશકિત થતાં સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.વિધાર્થીના મોતથી સરસ્વતી સ્કુલમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને પ્રાર્થનાસભામાં વિધાર્થીઓ અને શિક્ષકોએ મૌન પાડી આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. 17 વર્ષીય વિદ્યાર્થી યુવકનું અચાનક મોત નિપજ્તા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી..અને શાળા પરિવારે વિધાર્થીના ઘરે જઈ સાંત્વના આપી હતી..
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
Aditya L1 Mission: આદિત્ય-L1 સૂર્ય સુધી નહીં જાય, 14.85 કરોડ કિલોમીટર દૂરથી કરશે ફેસ રીડિંગ
થેલેસેમિયાગ્રસ્ત પુત્રનું મૃત્યું થતાં નિશુલ્ક થેલેસેમિયા ડે કેર સેન્ટર શરૂ કર્યું