- પાલિકા તંત્રની ગટર અને પીવાના પાણીની લાઈનોની શિફ્ટીંગ કરવાની આળસોમાં…..
@મોહસીન દાલ ગોધરા
ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે નિર્માણ પામવા જઈ રહેલા અંડર પાસની કામગીરીમાં નગર પાલિકા દ્વારા યોગ્ય શિફ્ટિંગની કામગીરી ન કરતા તાજેતરમાં એકધારા પડેલા વરસાદના પગલે આજુબાજુના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી આજુબાજુના સ્થાનિક લોકો અંડર પાસની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર અને રેલ્વેના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીધી છે કે જ્યાં સુધી ગોધરા નગર પાલિકા તેની ગટરની લાઈનો ક્લિયર નહીં કરે ત્યાં સુધી અમે રેલ્વે અંડર પાસની કામગીરી કરીએ નહીં,અને આજથી રેલ્વે ફાટક બનવા માટે જઈ રહેલ અંડર પાસની કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ સરકારમાંથી અંડર પાસ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, જેમાં ₹ ૧૬.૫૦ કરોડના ખર્ચ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ગોધરા નગર પાલિકા તંત્ર દ્વારા આજુબાજુ ગટર લાઈન તથા પાણીની પાઇપ લાઇનમાં યોગ્ય શિફ્ટિંગની કામગીરી ન કરવાના કારણે બે અઠવાડિયા પહેલા જ ગટર લાઈનનો એક બાજુનો ભાગ તૂટી પડ્યો હતો. જે બાબતે ગોધરા નગર પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ પ્રકારની નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું, ત્યારે તાજેતરમાં એકધારા પડેલા વરસાદના પગલે આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોના ઘરો અને દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે પારાવાર મુશ્કેલનો સામનો કરી રહેલા આજુબાજુના સ્થાનિક લોકોએ આજે કોન્ટ્રાક્ટર અને રેલ્વેના કર્મચારીનો ઘેરાવ કર્યો હતો.જેથી ન છૂટકે અંડર પાસની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક રેલ્વેના ઉચ્ચ અધિકારીને તાકીદ રજૂઆત કરી હતી કે નગર પાલિકા દ્વારા જ્યાં સુધી આજુબાજુના સ્થાનિક લોકોની સમસ્યાઓનું અને ગટર લાઈન તેમજ પાણીની લાઈનની રીપેરીંગ કામ નહીં કરવામાં આવે ત્યાં સુધી અંડર પાસ બ્રીજની કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે.
ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે અંડર પાસની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર બીપીનભાઈ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે અંડર પાસની કામગીરી ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં એકધારા વરસાદના પગલે નગર પાલિકાની ગટર લાઈન તૂટી પડતા બોક્સમાં પડી હતી. જેથી નગર પાલિકા તંત્રને અમે ઘણી વખત રજૂઆત કરી હતી કે તમારી ગટર લાઈન નું શિફ્ટિંગ કરો પરંતુ નગર પાલિકા કોઈપણ કાળે સાંભળવા તૈયાર નથી, અને તેની પાણીની લાઈન પણ ત્રણથી ચાર વખત તૂટી ગઈ છે જેના લીધે આજુબાજુના લોકો પણ ઘણા બધા હેરાન પરેશાન થાય છે, જેથી આજુબાજુના લોકો અમારી પાસે આવીને અમારો ઘેરાવો કરે છે અને અમને કહે છે કે પાણીનો નિકાલ કરી આપો. રસ્તો કરી આપો માટી હટાવી દો,આજે અમે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી દીધી છે કે ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટકનું અંડર પાસની કામગીરી આજથી સદંતર અમે બંધ કરી દઈએ છીએ જ્યાં સુધી નગર પાલિકા તેની ગટરની લાઈનો કિલયર નહીં કરે ત્યાં સુધી અમે કામગીરી કરીએ નહીં.
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
લુણાવાડા/ માંખલ્યા ગામના બે માસૂમ વિદ્યાર્થીઓના વરસાદના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો
કાલોલ/ ખડકી ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા એક આધેડ મહિલાનું મોત