ireland: આઝાદીના 103 વર્ષ બાદ આયરલેન્ડને દેશના પ્રથમ વડાપ્રધાન મળ્યા છે. ઉત્તર આયરલેન્ડના સિન ફિએન પાર્ટીના ઉપાધ્યક્ષ મિશેલ ઓ’નીલ દેશના પ્રથમ મંત્રી એટલે કે વડાપ્રધાન બન્યા છે. ડીયૂપી પાર્ટીના નેતા અને પ્રથમ નાયબ વડાપ્રધાન એમા લિટિલ-પેનગેલી સાથે સત્તા શેર કરવી પડશે. બન્નેને એક સમાન દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ ઓ’નીલનું પદ વધુ પ્રતિષ્ઠિત હશે.
પ્રથમ વખત દેશને સત્તા આપવા માટે 1998ના ‘ગુડ ફ્રાઇડે’ શાંતિ સમજૂતિનું પાલન કરવામાં આવ્યું છે, જેની હેઠળ ઉત્તરી આયરલેન્ડના બે મુખ્ય સમાજમાં સત્તા વહેંચણીને લઇને સહમતિ બની છે. યૂનાઇટેડ કિંગડમ (UK)માં રહેવા ઇચ્છુક બ્રિટિશ સંઘવાદી અને આયરલેન્ડ સાથે રહેવા માંગતા આયરિશ રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે. હવે આ બન્ને જૂથમાં સહમતિ બની છે જેને કારણે ઓ’નીલની આયરલેન્ડ સરકાર બની છે.
ઓ’નીલ ઉત્તરી આયરલેન્ડના પ્રથમ મંત્રી બનનારા પ્રથમ આયરિશ રાષ્ટ્રવાદી છે. આયરલેન્ડ ગણરાજ્યની સ્વતંત્રતા બાદ 1921માં ઉત્તરી આયરલેન્ડને યૂકેના એક સંઘમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પરંતુ બન્ને સંઘમાં શાસનને લઇને સમજૂતિ થઇ હતી, આ સમજૂતિ હેઠળ એક પક્ષ બીજાની સહમતિ વગર શાસન કરી શકતું નહતું.
ઓ’નીલ (47)એ એક્સ પર લખ્યુ, આ ઐતિહાસિક દિવસ છે, તમામનું પ્રથમ મંત્રી હોવાને કારણે હું તમામ માટે સકારાત્મક પરિવર્તન લાવવા અને સમ્માન, સહયોગ અને સમાનતાની ભાવનાથી પોતાના સમાજને આગળ વધારવા માટે બીજા સાથે મળીને કામ કરવાનો દાવો કરૂ છું.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ