આજે આપના ભારતનું ચન્દ્રયાન-૩ ચંદ્રની ભૂમીપર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને આ વિક્રમ યાને મેસેજ મોકલ્યો કે “મે અપની મંજિલ પે પહોંચા” નું સાંભળતાની સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચંદ્રયાન-૩ ચંદ્રની ભૂમીપર લેંડિંગ થતાં વિદ્યાર્થીઓ સાથે માહિતીસભર ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ચંદ્રયાનના આ મિશન અંગે તથા લોંચિંગ અને લેંડિંગ સાથેની તમામ પ્રક્રિયાઓ સમજાવવામાં આવી રહી હતી. ત્યારેજ લાઈવ દરમિયાન સફળ અને સોફ્ટ લેંડિંગના સમાચાર મળતા ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ સહિત વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ અને કર્મચારીઓએ મોઢું મીઠું કરી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ ચિત્રો બનાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણી લોક વિજ્ઞાન કેન્દ્ર અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આનંદની સાથે સાથે અત્યંત જ્ઞાનસભર બની હતી. સમગ્ર દિવસ દરમ્યાન ચંદ્રયાનને લગતી વિડીઓ ફિલ્મ, સ્પર્ધાઓ, વ્યાખ્યાનો, વગેરે યોજાયા હતા. લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવાનો મોકો ભારતના વૈજ્ઞાનિકોને મળ્યો છે એટલે હવે રહસ્યો અંધશ્રદ્ધા નહીં પરંતુ જ્ઞાનના રૂપમાં ઉજાગર થશે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8