@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
શ્રવણ વદ આઠમના દિવસે ભગવાન કાળિયા ઠાકરનો યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવ ઉજવાયો હતો. વ્હાલાના વધામણાં કર્યા બાદ બીજે દિવસે નંદ મહોત્સવની પણ ઉજવણી કરાઈ હતી.
યાત્રાધામ શામળાજીમાં આજે નંદ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી ભગવાન શામળિયાને ચાંદીના પારણામાં બિરાજમાન કરી સોળ ઉપચારથી પૂજા કરી ભગવાનના સરસ મજાનો શણગાર કરાયો હતો. શામળિયા શેઠની શણગાર આરતી કરાયા બાદ ઠાકોરજીને પારણે ઝૂલાવી પંજારી સહિતનું નૈવેદ્ય ધરવ્યુ હતુ. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8