ગુજરાત વિધાનસભામાં ચાપાનેર-પાવાગઢ
આર્કીઓલોજીકલ પાર્ક વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરિટી ૨૦૦૩ રદ કરવા વિધેયક રજુ કરાયું.!!
ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્ર દરમિયાન ઐતિહાસિક સુપ્રસિધ્ધ યાત્રાધામ ચાંપાનેર – પાવાગઢના સર્વાંગી વિકાસ કાર્યોમાં હંમેશા અવરોધ રૂપ ચાંપાનેર- પાવાગઢ આર્કિઓલોજીકલ પાર્ક વર્લ્ડ હેરીટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરિટી અધિનિયમ ૨૦૦૬ને રદ કરવાનું વિધેયક રદ કરીને રાજ્ય સરકારે ૧૭ જૂન ૨૦૨૩ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામાથી પાવાગઢ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરતા હવે સુપ્રસિધ્ધ ઐતિહાસિક ચાંપાનેર- પાવાગઢ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થશે. નો આનંદ સ્થાનિક રહીશો અને શ્રધ્ધાળુઓમાં પ્રસરી જવા પામ્યો છે.
ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળજીભાઈ બેરા દ્વારા ગુજરાત વિધાનસભા સત્રમાં ચાંપાનેર પાવાગઢ આર્કિઓલોજીકલ પાર્ક વર્લ્ડ હેરીટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરિટી અધિનિયમ ૨૦૦૬ ને રદ કરવા બાબત વિધેયક રજૂ કર્યુ હતુ એમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામાથી પાવાગઢ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાંપાનેર ગ્રામ પંચાયતની હુકુમતની અંદર આવતા વિસ્તારો અને પંચમહાલ જિલ્લાના ચાંપાનેર પાવાગઢ ફરતે આવેલા રેવન્યુ ગામોનો પણ સમાવેશ કરાયો છે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU