ગુજરાત હાઇકોર્ટના હુકમથી અંતે વીધવા મહીલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરીયાદગુજરાત હાઇકોર્ટના હુકમથી અંતે વીધવા મહીલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરીયાદ
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકા વિસ્તારની વીધવા મહીલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામુહીક બળાત્કાર ગુજારી ધરમાંથી કાઢી મુકવાનો અચંભીત કીસ્સો સામે આવેલ છે.
રાજકોટ: ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહીલાએ તેમના પર સામુહીક દુષ્કર્મની પોલીસ ફરીયાદ નોધાવી હોવાનુ સામે આવેલ છે. જેમા આ બનાવ અંગે મહીલા અગાઉ પણ તેમની સાથે થયેલ દુષ્કર્મના બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધવા માટેની અખાદ મહેનત કરાયેલ હતી પરંતુ જે તે સમયના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટરે આ મહીલાની પોલીસ ફરીયાદ ન નોંધી અને મહીલા સાથે બનેલ બનાવમાં કોઇપણ પ્રકારની કાર્યેવાહી નહી કરતા મહીલાએ અંતે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવયા હતા અને આ મામલે પોતાના વકીલ મારફત ફરીયાદ દાખલ કરવા માટે પીટીશન ફાઇલ કરી હતી. આ પિટિશન બાદ ગુજરાત હાઇકોર્ટે મહીલાની ફરીયાદ નોધવા માટે પોલીસને હુકમ ફરમાવેલ છે અને આ બાબતમાં ધોરાજી તાલુકા પોલીસ મથકમાં અંતે આ ભોગ બનનાર મહીલાની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે જેમા મહીલાએ તેમના નણદોયા, નણંદો તથા સાસુ વીરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની પ્રાપ્ત વીગતો અનુસાર ધોરાજી તાલુકાની એક કડવા પાટીદાર પરીવારની વીધવા મહીલાએ તેમની સાથે થયેલ બનાવમાં તેમના નણદોયા ઉપલેટાના ભાવેશ રજનીકાન્ત ધોળકીયા, જુનાગઢના અશોક ચીમનભાઇ વાછાણી દ્વારા મહીલાની ઇચ્છા વીરૂધ્ધ બળજબરીથી બળાત્કાર ગુજારેલ હોય તથા તે બનાવમાં વીધવા મહીલાની નણંદો ઉપલેટાના સીમાબેન ભાવેશભાઇ ધોળકીયા, રાજકોટ(મુળ.અમરેલી) ના જીપ્સાબેન જગદીશભાઇ છત્રોલા, રાજકોટ(મુળ.મોટી મારડ) ના લેરમાબેન દીલીપભાઇ રાછડીયા, જુનાગઢના રાધીકાબેન અશોકભાઇ વાછાણી તેમજ મહીલાના સાસુ ધોરાજી તાલુકાના સાધનાબેન ગોંવીદભાઇ અધેરા દ્વારા મદદગારી કરી વીધવા મહીલાની ઇચ્છા વીરૂધ્ધ તેના પતીના અવસાન બાદ વીધવા મહીલાની એકલતાનો લાભ લઇ મારામારી કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનાને સામુહીક રીતે અંજામ આપેલ હોય જે બાબતે તમામ સામે ગુજરાત હાઇકોર્ટેના હુકમ બાદ વીધવા મહીલાની ફરીયાદ અનુસાર IPC કલમ−376(ડી), 323, 506(2), 342, 114 મુજબ ગુન્હો ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોધવામાં આવેલ છે.
આ અંગે મીડીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટેના હુકમ બાદ તા.26/03/2024 ના રોજ નોંધાયેલ પોલીસ ફરીયાદ અંગે માહીતી માટે ધોરાજી તાલુકા પોલીસના તપાસ અધીકારીનો સંપર્ક કરતા તપાસ અધીકારી અને ધોરાજી તાલુકા પોલીસના પોલીસ સબ ઈન્સ્પેકટર વીક્રમસીંહ જેઠવા દ્વારા જણાવવામાં આવેલ છે કે, આ મામલે પોલીસ ફરીયાદ દાખલ થઇ છે જેમા આ સમગ્ર બનાવ અંગેની હાલ તપાસ ચાલી રહેલ છે અને હાલ આ મામલે કોઇપણ અટકાયત કરેલ નથી અને વધુ તપાસ ચાલુ છે.
આ અંગે એવી વીગતો પ્રાપ્ત થયેલ છે કે, વિધવા મહીલાના પતીના વર્ષ 2021 માં અવસાન બાદ તેમના સાસરીયાઓ દ્વારા વીધવા મહીલાના પતીના અવસાન બાદ આ મહીલા પર ખોટા ગંભીર આક્ષેપો કરી વારંવાર શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હતા. આ વીધવા મહીલાના માતા−પીતા અવસાન પામેલ હોય તથા તેના માવતરના પરીવારના કોઇ સભ્યો ભારત દેશમાં ના રહેતા હોય જેનો ગેરલાભ લઇ અને તેની એકલતાનો લાભ લઇ વીધવા મહીલાના પતીના હક્કની મીલ્કત જબદસ્તી પચાવી પાડેલ અને વીધવા મહીલાને તથા તેમના બે સગીર બાળકોને ધરમાંથી કાઢી મુકી તરછોડી દીધેલ હોય તથા વીધવા મહીલાને ગામ તેમજ વિસ્તાર બજબરીથી મુકાવેલ હોય તેવી પણ માહિતીઓ સામે આવેલ છે.