- 1901માં રેકોર્ડ શરુ થયા પછી ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે
- તો ઉનાળુ પાક જેવા કે ચોખાથી લઈને સોયાબીન સુધીના પાકોના ઉત્પાદનમાં તેની અસર પડી શકે છે
ભારત એક સદી કરતાં પણ વધુ સમય એટલે કે આ 100 વર્ષોમાં ઓગસ્ટ મહિનો સૌથી વધારે કોરો રહે તેવી સંભાવના વધી રહી છે. સામાન્ય રીતે અલ નીનો હવામાન વિભાગની પેટર્ન પ્રમાણે મોટા વિસ્તારોમાં વરસાદ ઓછો થવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગના બે અધિકારીઓના જણાવ્યુ હતું કે 1901માં રેકોર્ડ શરુ થયા પછી ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે. આ સાથે ઉનાળુ પાક જેવા કે ચોખાથી લઈને સોયાબીન સુધીના પાકોના ઉત્પાદનમાં તેની અસર પડી શકે છે અને નુકસાન આવી શકે છે. તેના કારણે ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.
દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદ નોધપાત્ર રીતે ઘટે તેવી શક્યતા
ભારતના હવામાન વિભાગના (IMD)ના એક વરિષ્ટ અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યુ હતું કે, આશા પ્રમાણે મોનસુન ફરીજીવિત નથી થઈ રહ્યું. આ મહિનાના એન્ડ સુધી દક્ષિણ,પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદ નોધપાત્ર રીતે ઘટે તેવી શક્યતા છે.
1 સપ્ટેમ્બરના રોજ ઓગસ્ટનો કુલ વરસાદ અને સપ્ટેમ્બરના પુર્વનુમાનની જાહેરાત કરાશે
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી થયેલા વરસાદ અને મહિનાના બાકીના દિવસોના આધાર પર ભારતમાં આ મહિને સરેરાશ 180 મિમી (7 ઈંચ) થી ઓછા વરસાદની સંભાવના છે. આશા છે કે હવામાનના અધિકારી 31 ઓગસ્ટ અથવા 1 સપ્ટેમ્બરના રોજ ઓગસ્ટનો કુલ વરસાદ અને સપ્ટેમ્બરના પુર્વનુમાનની જાહેરાત કરવામાં આવશે.
મહિનામાં સામાન્યથી લગભગ 254.9 મિમી (10 ઈંચ)
તેમણે કહ્યું કે, ભારતમાં ઓગસ્ટથી પહેલા 17 દિવસોમાં માત્ર 90.7 મિમી (3.6 ઈંચ) વરસાદ થયો હતો, જે સામાન્યથી લગભગ 40 ટકા ઓછો છે. મહિનામાં સામાન્યથી લગભગ 254.9 મિમી (10 ઈંચ) છે. આ પહેલા IMD એ ઓગસ્ટમાં 8% સુધી ઓછો વરસાદ થાય તેવુ અનુમાન લગાવ્યું હતું. રેકોર્ડ પ્રમાણે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ 2005માં 191.2 મીમી (7.5 ઇંચ) સાથે નોંધાયો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8