La Pinoz Pizzaમાંથી જીવતા જીવડાં નીકળતા ખુબ હોબાળો થયો હતો. આ ઘટનાને હજી બે દિવસ માંડ થયા છે, એવામાં હવે લાપિનોઝના પીઝામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં એક યુવતીએ La Pinoz Pizzaનો ઓનલાઇન ઓર્ડર કર્યો હતો. જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટોર માંથી આ પીઝા ઘરે આવતા યુવતીએ બોક્સ ખોલતા તેમાંથી પીઝા સાથે મરેલો વંદો જોવા મળ્યો હતો. યુવતીએ આ વિડીયો વાયરલ કર્યો હતો. આ ઘટના અંગે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પહેલા La Pinoz Pizzaના બોપલ અને એલિસબ્રિજમાં આવેલા સ્ટોરના પીઝામાંથી પણ જીવડાં નીકળ્યાંની ઘટના ઘટી હતી. એલિસબ્રિજનો સ્ટોર AMCએ સીલ કરી દીધો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd