બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં સુરતમાં દિવ્ય દરબાર પતી ગયા બાદ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમ અંગે આયોજકો અને પોલીસ સામસામે આવી ગયા હતા પરિણામે દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાણક્ય પુરીના બદલે હવે ઓગણંજમાં દિવ્ય દરબાર યોજાશે.