Appleના નવા ફોન એટલે કે iPhone 15 સિરીઝનું ઑફલાઇન વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. એટલે કે તમે આ ફોનને સીધા સ્ટોરમાંથી ખરીદી શકો છો. આ ફોન માત્ર એપલ સ્ટોરમાંથી જ નહીં પરંતુ અન્ય ઓફલાઈન રિટેલ સ્ટોરમાંથી પણ ખરીદી શકાય છે. પરંતુ આ વખતે એપલ સ્ટોર પરથી iPhone ખરીદવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના યુવકનો નવા આઈફોનને લઈને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ યુવક સ્પેશિયલ iPhone 15 Pro Max ખરીદવા મુંબઇ પહોંચ્યો હતો અને 17 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યો.
કેમ નહિ! આ પહેલીવાર છે જ્યારે તમે ભારતમાં એપલ સ્ટોર પરથી નવીનતમ iPhone ખરીદી શકશો. આ સીરિઝમાં, કંપનીએ ચાર ફોન લોન્ચ કર્યા છે – iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max. Appleએ આ વર્ષે તેના સ્ટોર મુંબઈના BKC અને દિલ્હીના સાકેત સિલેક્ટ સિટીમાં ખોલ્યા છે.
ગઈકાલથી લોકો આ સ્ટોર્સ પર કતારોમાં ઉભા છે અને તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. ઘણા વર્ષો પહેલા અમેરિકા અને અન્ય બજારોમાં આવી લાઈનો જોવા મળતી હતી. તે સમયે લોકો સૌથી પહેલા લેટેસ્ટ આઇફોન મેળવવા માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહેતા હતા. જોકે સમય જતાં આ ક્રેઝ શમી ગયો. તેનું મુખ્ય કારણ ઓનલાઈન વેચાણની લોકપ્રિયતા છે. સ્ટોર્સ ખુલતા પહેલા જ મુંબઈ અને દિલ્હીના સ્ટોર પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. iPhones હવે સ્ટોર પરથી ઉપલબ્ધ છે.
સ્પેશિયલ મોબાઈલ લેવા અમદાવાદથી મુંબઈ ગયો
એક વ્યક્તિએ જણાવ્યું કે તે અમદાવાદથી મુંબઈ માત્ર iPhone 15 Pro Max ખરીદવા આવ્યો હતો. આ વ્યક્તિ 21મીએ બપોરે 3 વાગે સ્ટોર પર પહોંચ્યો હતો અને તેણે સૌથી પહેલો આઈફોન ખરીદ્યો હતો. આ સિવાય એક વ્યક્તિ iPhone ખરીદવા માટે વહેલી સવારે બેંગલુરુથી મુંબઈના સ્ટોર પર ઉભા રહેવા માટે ફ્લાઈટમાં ગયો હતો. આ એક-બે લોકોની કહાની છે, સ્ટોર પર લાઇનમાં ઉભેલા લોકોમાં ઘણા એપલ પ્રેમીઓ છે જે બીજા શહેરમાંથી નજીકના સ્ટોર પર પહોંચ્યા છે.
કેટલી છે કિંમત?
iPhone 15 સિરીઝમાં ચાર નવા મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટ iPhone 15ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Plus વેરિયન્ટની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થાય છે. પ્રો વેરિઅન્ટની વાત કરીએ તો તે ખૂબ ખર્ચાળ છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે.
શું છે ઑફર્સ?
એપલ સ્ટોર પર તમને ઘણી ઑફર્સ મળી રહી છે. તમે નવા ફોન પર 6 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. iPhone 15 અને iPhone 15 Plus પર 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. iPhone 15 Pro સીરીઝ પર 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. આ ઓફર HDFC બેંકના કાર્ડ પર ઉપલબ્ધ છે. આ સિવાય તમે નો-કોસ્ટ EMI પર પણ ફોન ખરીદી શકો છો.
તમને જણાવી દઈએ કે જો તમે આ ફોનનો પ્રી-ઓર્ડર કર્યો છે, તો તમે સીધા જઈને ખરીદી શકશો. જેમણે આ ઉપકરણોનો પ્રી-ઓર્ડર કર્યો નથી તેમણે ફોન ખરીદવા માટે કતારમાં ઊભા રહેવું પડશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU