Bollyvood છેલ્લા સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યું છે, થઈ કાશ્મીર ફાઇલ્સ, પઠાણ, દ્ર્શ્યમ 2 કે પછી ધ કેરળ સ્ટોરી જેવી ફિલ્મોને બાદ કરતા મોટાભાગની ફિલ્મો ઊંધા માથે પટકાઈ રહી છે. છતાં બોલીવુડના ફિલ્મ નિર્માતાઓ સાઉથ સિનેમાની ફિલ્મોની રિમેકની લાલચ છોડી શકતા નથી. આ વર્ષે તમિલ ફિલ્મ ‘કૈથી’ની રીમેક ‘ભોલા’ બનાવવામાં આવી હતી. હવે સાઉથ ફિલ્મોમાંથી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર બોલીવુડની નજરો મંડાઈ છે.
અભિનેતા Ajay devgan હવે ગુજરાતી ફિલ્મ ‘vash’ની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે. બધા જાણે છે કે ‘bhola’ સહિતની ઘણી હિન્દી રિમેક ફિલ્મો box office પર નિષ્ફ્ળ સાબિત થઈ છે. હવે લોકો રિમેક ફિલ્મો પહેલા OTT અથવા YouTube પર ઓરિજિનલ ફિલ્મ જોઈ ચૂક્યા હોય છે.
Bollyvood રિમેક ફિલ્મોનો મોહ છોડી શકતું નથી. પોતાની મહેનતથી નવી સ્ક્રીપટ પર કામ કરવાની જાને કે આદત જ હવે બૉલીવુડ નિર્મતા પાસે નથી વધી. કોઈપણ મહેનત વિના તૈયાર સ્ક્રિપ્ટ પર કામ કરવાની આદત પડી ગઈ છે જાણે. આ ઉપરાંત ઓરિજિનલ ફિલ્મની box office પરની સફળતા પણ બૂસ્ટ તરીકે કામ કરે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ રિમેક ફિલ્મોના કારણે જ સુપરસ્ટાર બની ગયા છે. તેમાંથી ઘણાના આશ્ચર્યજનક નામ છે. જેમ કે અક્ષય કુમાર, અજય દેવગન અને સલમાન ખાન. તેમના નામે રિમેક ફિલ્મોની લાંબી યાદી છે, જેમાં અક્ષયે 25, અજય અને સલમાને 26 રિમેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ સ્ટાર્સના નામ પર આવેલી મોટાભાગની સુપરહિટ ફિલ્મો સાઉથ સિનેમાની રિમેક રહી છે. આ વર્ષે તમિલ ફિલ્મ ‘કૈથી’ની ‘ભોલા’ રિમેક બનાવ્યા બાદ અભિનેતા અજય દેવગન હવે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે.
ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘વશ’ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે એક મહિના સુધી બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી છે. નાના બજેટની આ ફિલ્મે કુલ 3 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં Janaki Bodiwala, હિતુ કનોડિયા, નીલમ પંચાલ, આર્યબ સંઘવી અને હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા ખૂબ વખાણવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા ચાર લોકોના સુખી પરિવાર પર આધારિત છે, જેઓ કાળા જાદુનો ભોગ બને છે. આ પછી પરિવાર દુષ્ટ શક્તિઓની વચ્ચે ફસાઈ જાય છે. ફિલ્મ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે. આ જ કારણ છે કે અજય દેવગન તેના પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. તેના દિગ્દર્શનની જવાબદારી ‘ક્વીન’, ‘ગુડબોય’ અને ‘સુપર 30’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર દિગ્દર્શક વિકાસ બહલને આપવામાં આવી છે.
અજય દેવગન, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક સંયુક્ત રીતે ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનાવી રહ્યા છે. આમાં અજય દેવગન અને આર માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂનથી શરૂ થશે,
છેલ્લા બે વર્ષમાં રિલીઝ થયેલી મોટાભાગની રિમેક ફિલ્મો ફ્લોપ રહી છે. આટલી બધી ફિલ્મોની નિષ્ફળતા બોલીવુડનો ભ્રમ તોડવા માટે પૂરતી છે કે રિમેક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થાય છે.
લોકોએ રિમેક ફિલ્મોને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સિનેમાની પહેલા જેવી કોઈ નથી રહી. અગાઉ સિનેમા સીમાઓમાં બંધાયેલું હતું. દરેક ભાષા બોલનારા લોકો માટે તેની પોતાની ફિલ્મ ઉદ્યોગ છે. ત્યાંના લોકો ત્યાં સિનેમા જુએ છે. પરંતુ હવે પાન ઈન્ડિયા ફિલ્મો અને ઓટીટીના યુગમાં ભાષાના સીમાડા કોઈને નડતા નથી. હવે સાઉથની ફિલ્મો હિન્દી, તમિલ અને તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં બની રહી છે. જે નથી બનતી તેમના હિન્દી ડબ OTT અથવા YouTube પર ઉપલબ્ધ છે. લોકો ઘણી ફિલ્મો માત્ર સબટાઈટલની મદદથી જુએ છે.