pushpa 2: ચાહકો ઘણા સમયથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ધ રાઇઝ દેશભરના સિનેમાઘરોમાં ભારે હિટ રહી હતી. હવે દર્શકો ફિલ્મના ભાગ 2 એટલે કે પુષ્પા ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, હવે નિર્માતાઓએ ફિલ્મ સંબંધિત અપડેટ શેર કરી છે.
લોકડાઉન બાદ ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા હતા. પરિણામ એ આવ્યું કે અલ્લુ અર્જુન સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
અલ્લુના ફેન્સ રિલીઝની રાહ જોઈ રહ્યા છે
પુષ્પા 2નું ટ્રેલર ગયા વર્ષે અલ્લુ અર્જુનના જન્મદિવસ પર 8 એપ્રિલે રિલીઝ થયું હતું. જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તેની સાથે ટ્રેલરને થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ મળ્યા હતા. હવે અલ્લુ અર્જુનના ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
મેકર્સે પુષ્પા 2નું અપડેટ આપ્યું છે
પુષ્પા 2
પુષ્પા 2 નું નિર્માણ Mythri Moviesના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. 29 જાન્યુઆરીએ, ફિલ્મની રિલીઝ અંગે અપડેટ આપતા, નિર્માતાઓએ માહિતી આપી હતી કે હવે પુષ્પા 2ની રિલીઝ માટે માત્ર 200 દિવસ બાકી છે, એટલે કે 200 દિવસ પછી, પુષ્પા રાજ થિયેટરોમાં રાજ કરશે.
આ પણ વાંચો: નિતેશ તિવારીની રામાયણમાં ‘હનુમાન’ બનશે સની દેઓલ! આ રોલ મળતા ખૂબ જ ખુશ છે અભિનેતા
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ લીડ રોલમાં જોવા મળશે. ‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્માણ મિથરી મૂવી મેકર્સ અને મુત્તમશેટ્ટી મીડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પુષ્પા રાજની વાર્તા
અલ્લુ અર્જુનના પાત્રની શરૂઆતની જર્ની પુષ્પા ધ રાઇઝમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા ચંદનના દાણચોરના રોલમાં જોવા મળ્યો હતો, જે ધીરે ધીરે મોટો સ્મગલર બની જાય છે. દરમિયાન, ઝડપથી પ્રગતિ કરી રહેલા પુષ્પા રાજને ઘણા દુશ્મનોનો સામનો કરવો પડે છે, જેમની સાથે અભિનેતા પુષ્પા 2માં ટકરાતો જોવા મળશે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
વડોદરા : અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાઓને દોડાવીને માર મરાયો, ચોરી કરીને બચવા યુવતીઓએ રચ્યું તરકટ
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
bihar politics: બિહારમાં પલટુરામ કોણ નથી?