રથયાત્રા પહેલાં ગુજરાત એટીએસ દ્વારા મોટુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસ દ્વારા પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરાઈ છે જેમના નામો પણ સામે આવ્યાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઓપરેશન પાર પાડનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ, ગૃહમંત્રી અમિત શાહે આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આવનારા દિવસોમાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે. એટીએસ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં ચારેય આતંકીઓના નામ સામે આવ્યાં છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ 9 મી જુનના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયત કરાઈ હતી.આ અટકાયત કરાયેલ વ્યક્તિઓમાં ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.
વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી
આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે, બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ ISKPના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી. જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.
ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટો મળ્યા
પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે.
ઝુબેર અહેમદ મુનશીને શોધવાના પ્રયાસો ચાલુ
તેમને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન માં ISKP વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વીડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો. આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે આરપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો ચાલુ છે.
સ્ત્રીઓની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા- આ અમાનવીયપણું ક્યાંથી આવે છે!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ