@પરેશ પરમાર, અમરેલી
Amreli: આજે સવારથી રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.
અમરેલી જિલ્લા મા વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદ નુ આગમન થયું છે. અસહ્ય ઉકળાટ બાદ ધારીના ચલાલા શહેર તેમજ કેનાલપરા ગામે વરસાદ વરસ્યો છે. ચલાલામાં બપોર બાદ વાતાવરણ પલ્ટો .જોવા મળ્યો હતો. વરસાદ ને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી.
ધારી ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ચલાલા કથીવદર ગરમલી પાણીયા સહિત વિસ્તારોમાં વરસાદ શરુ થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.
ધારીમાં ઘોડાપુર
ધારીના મીઠાપુર નક્કીની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ધારીના ગીર પંથકના ગામડાઓમાં બપોરથી મેઘ મહેર છે. મેઘ મહેરને લઈને મીઠાપુર નક્કી ગામની સ્થાનિક નદીમાં ઘોડા પુર જોવા મળ્યું હતું.
ચલાલાની સ્થાનિક ખારો નદીમા પણ ઘોડાપૂર જોવા મળ્યું હતું. સાવરકુંડલાના મોટા ભમોદરા ગામની વેકરીયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વરસાદની શરૂઆતમાં નદી નાળાઓમાં પુર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ ને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી.
કુકાવાવના અમરાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક નદીનાળાઓ થયા બે કાંઠે વહેતા થયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની ધમાકેદાર એન્ટ્રીની ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે ચોસાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઇને મહત્વની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોસાસાની વિધિવત એન્ટ્રી થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તક દેશે અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.