@Paresh Parmar, Amreli
Amreli murder: રાંઢીયા ગામમાં વહેલી સવારે કાકાજી સસરાએ ભત્રીજી વહુના ગળાના ભાગે છરી મારી તેની હત્યા(murder)કરી નાખી હતી. જે ઘટનાને લઈ અમરેલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યા પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં લાશને પી.એમ.માટે ખસેડી હતી. જ્યારે આરોપીએ પણ હત્યા કર્યા બાદ ખુદ ઉપર છરી મારી ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આરોપીને લોહીયાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સારવાર સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી છે. તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા કેટલાક સમયથી અસ્થિર મગજનો હોવાની આશંકા પોલીસને છે. જેને લઈ પોલીસ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ડીવાયએસપી જગદીશ સિંહ ભંડારીએ જણાવ્યું કે, રાંઢીયામાં આજે સવારે ગળાના ભાગે છરી વડે હુમલો કરી એક પરિણીતાની તેના સસરા દ્વારા હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ સસરાએ પણ ખુદ પર છરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા મહિલાની હત્યા(murder)કરી પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. અમરેલી તાલુકાના એક ગામમાં આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે ફરીવાર હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્રીજી ઘટના પણ હત્યા બાદ આપઘાતની કોશિશ કરતા પોલીસ તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે