એક બાજુ શનિવારથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આરંભ થઈ ગયો છે. ત્યારે આજે રવિવારે અંબાજીથી અમદાવાદ આવતી ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંબાજી-હિંમતનગર હાઈવે પર હડાદ ગામના પાટીયા પાસે અમદાવાદ આવતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં કુલ 40થી વધુ યાત્રિકો સવાર હતા. જેમાં 25 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં બસના બે ટુડકા થઈ ગયા
અંબાજીથી દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં બસના બે ટુડકા થઈ ગયા હતા. જોકે, આ અકસ્માત ક્યાં કારણે સર્જાયો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અંબાજી-હિંમતનગર હાઈવે પર સર્જાયેલ ખાનગી બસ અક્સ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે કલેક્ટરે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 અને પોલીસની ગાડી મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, હજુ ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd