ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આજે 20 મે 2023ના રોજ વિશ્વ મધમાખી દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ આજના દિન ના મહત્વ વિશે જણાવ્યુ કે આ દિન નો ઉદ્દેશ ઇકોસિસ્ટમ માં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોના મહત્વને ઓળખવાનો છે. તે મુખ્યત્વે જૈવવિવિધતા જાળવવામાં મધમાખીના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે જોવા મળે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા મધમાખી જેવા પરાગ રજકો માટેના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે આ દિન ઉજવવામાં આવે છે. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદીત થયા હતા.
@partho pandya