કાલોલ તાલુકાના મલાવ ગામે મલાવ હાઈસ્કૂલ ખાતે માનવ તસ્કરી વિરોધી વિભાગ અને સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષા વિભાગના સંયુકત આયોજન થકી જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રોબેશન ઓફિસર પુષ્પેન્દ્રભાઈ દ્વારા નશામુક્ત ભારત વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માહિતી આપીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.આ સાથે અજયભાઈ દ્વારા બાળલગ્ન અંગે માહિતી આપી હતી. આ સાથે સમાજ સુરક્ષા વિભાગ અને બાળસુરક્ષા વિભાગની વિવિધ યોજનાકીય માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી. આ તકે શાળામાં ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU