મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં એક હવસખોર યુવકે હવસની તમામ હદો પાર કરી નાખી છે. આ યુવકે ગામમાં એકલા રહેતા વૃદ્ધા પર બળાત્કાર કર્યો છે. આ હવસખોર યુવકે એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ઘુસી તેમના પર બળાત્કાર કર્યો હતો અને વૃદ્ધાના શરીર પર બચકા ભરી હેવાનીયતની હદ વટાવી દીધી છે.
વિગતો અનુસાર ગામના જ યુવકે વૃદ્ધાને હવસનો શિકાર બનાવીને વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં એકલી રહેતી વૃદ્ધાનો લાભ ઉઠાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું સાથે વૃદ્ધાના શરીર પર આરોપીએ બચકા ભર્યા હતાં. હાલ તો ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
યુવકે વૃદ્ધાને બચકા ભર્યા
હવસખોર યુવકમાં માનવતા મરીપરવારી હોય તેમ તેણે વૃદ્ધાને પોતાના શિકાર બનાવ્યા છે. લજવતો કિસ્સો મહિસાગરમાં સામે આવ્યો છે. જ્યા ભાનભૂલેલા યુવકે એક વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા છે. આ યુવક એટલો બધો ભાનભુલ્યો કે તેણે એકલા રહેતા વૃદ્ધાને શરીર પર બચકા ભરવા લાગ્યો હતો. ત્યારબાદ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. વૃદ્ધાની હાલત ગંભીર થતા સારવાર માટે 108ની મદદથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે વૃદ્ધાના જમાઇ અને દિકરીને જાણ થતા પોલીસને જાણ કરી હતી. અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રી માતાની હાલત જોઇ રડી પડ્યા
પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા આખમાંથી આસુ સરી પડ્યા હતા. માતાને હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા હતા. પુત્રી માતાની હાલત જોઇને રડી પડી હતી. વૃદ્ધાના સગાએ જણાવ્યુ હતુ કે, ગામના નરાધમ યુવક અચાનક ઘરે પહોચી ગયો હતો અને ઘરે ગયા બાદ તેણે વૃદ્ધાનું મોઢુ દાબી દીધુ હતુ. ત્યાર બાદ તેમના શરીરે બચકા ભર્યા હતા. અત્યારે તેમની હાલત ગંભીર છે. અમે સારવાર માટે હોસ્પિટલ લઇને આવ્યા છીએ