હાલ ભારત અને કેનેડા વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આનંદ મહિન્દ્રાએ મોટો નિર્ણય લીધો છે… મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિતિ આવેલી પોતાની કંપનીનું કામકાજ બંધ કરી કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જણાવ્યું છે કે, તેણે કેનેડા બેસ્ડ કંપની રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ કરી દીધું છે. મહિન્દ્રા પાસે કંપનીનો 11.18 ટકા હિસ્સો હતો, જેને સ્વૈચ્છિક ઓપરેશનલ બંધ કરવા માટે અરજી કરી હતી… આ નિર્ણય બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં ધરખમ ઘટાડો થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શું કહ્યું ?
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેર માર્કેટને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ કરવા માટે કેનેડા કોર્પોરેશન તરફથી 20 સપ્ટેમ્બર-2023ના રોજ જરૂરી દસ્તાવેજો મળી ગયા છે, જેની સૂચના કંપનીને આપી દેવાઈ છે. કંપનીએ જણાવ્યું કે, ત્યારબાદ રેશને પોતાનું સંચાલન બંધ કરી દીધું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 20 સપ્ટેમ્બર-2023થી કંપનીની સહયોગી રહી નથી.
કંપનીના શેરમાં ધરખમ ઘટાડો
રેશન એરોસ્પેસનું કામકાજ બંધ કરવાનો નિર્ણય કરાયા બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં મોટો ઘટાડો થયો છે. માર્કેટ બંધ થવાના 10 મિનિટ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3 ટકાના ઘટાડા સાથે 1584 રૂપિયા પર ટ્રેડિંગ થઈ રહ્યો હતો… જ્યારે દિવસ દરમિયાન કંપનીનો શેર 3 ટકાના ઘટાડા સાથે 1575.75 રૂપિયાના નીચલા લેવલે પણ ગયો… જ્યારે એક દિવસ પહેલા કંપનીનો શેર 1634.05 રૂપિયા પર બંધ થયો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને મોટું નુકસાન
બીજીતરફ કંપનીના શેરોમાં કડાકો થતાં કંપનીની વેલ્યુએશનમાં 7200 કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ડેટા મુજબ એક દિવસ પહેલા કંપનીનો શેર 1634.05 રૂપિયા પર હતો અને કંપનીનું માર્કેટ કેપ 2,03,025.78 કરોડ રૂપિયા હતું. જ્યારે આજે કંપનીનો શેર 1575.75 રૂપિયાના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો તો કંપનીનું માર્કેટ કેપ 1,95,782.18 કરોડ રૂપિયા પર આવી ગયું… આમ કંપનીની વેલ્યુએશનમાં 7243.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:- https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU