ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં સાત મેએ મતદાન યોજાશે. રાજ્યમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ શાંત થયો નથી ત્યા બીજો એક વિવાદ સામે આવ્યો છે. કેન્દ્રીય નેતાની ટિપ્પણી બાદ હવે રાજ્ય નાણા મંત્રીની કોળી સમાજને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ થઇ રહ્યો છે
કોળી સમાજે નાણા મંત્રીનું માંગ્યુ રાજીનામું
નાણા મંત્રી કનુ દેસાઇએ કોળી સમાજને લઇને ટિપ્પણી કરી હતી જેનો વિરોધ થઇ રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ ટિપ્પણીનું પરિણામ કનુભાઇએ ભોગવવુ પડશે. બધા સમાજ માટે આવા બફાટ થાય છે તો ભાજપ હાઇકમાન્ડ ચૂપ કેમ છે? આ મોટા દરજ્જાના નેતાઓ બફાટ કરે છે તેને ભુલ ન કહેવાય. આ સાથે જ અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખે કહ્યું કે, કનુભાઇએ રાજીનામું આપવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ માફ નહિં કરે.”
શક્તિસિંહ ગોહિલે પણ આપી હતી પ્રતિક્રિયા
કનુ દેસાઇના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ કનુભાઇ દેસાઇના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કનુ દેસાઇએ કોળી સમાજનું અપમાન કર્યુ છે, કનુભાઇ અહંકારમાં બોલી રહ્યાં છે