શ્રી વિજાપુર કાંઠા વિભાગ મોઢ પાટીદાર સમાજની વાર્ષિક જનરલ સભા તથા સાતમું સ્નેહ સંમેલન અંબાજી મંદિર ગીયોડ ખાતે યોજાયું હતું. આ સભામાં અધ્યક્ષ કૈલાસબેન કમલેશભાઈ પટેલ તથા ચોપડાના દાતાશ્રી હર્ષાબેન મિનેષકુમાર પટેલ તથા ગુજરાત મોઢ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મિનેશકુમાર રમણલાલ પટેલ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી વિજાપુર કાંઠા વિભાગના મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું
આ જનરલ સભામાં આગામી વર્ષ 2023 24 ના વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી મિનેષકુમાર રમણલાલ પટેલ પેઢામલીવાળા તથા ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ અમૃતલાલ પટેલ અને મંત્રી તરીકે સુરેશભાઈ કાંતિલાલ પટેલની સર્વનુમતે વરણી કરવામાં આવી હતી.
વધુમાં શ્રી વિજાપુર કાંઠા વિભાગનું નવીન વસ્તી પત્રક બનાવવા માટેનો તમામ ખર્ચ અલ્પેશ ભાઈ પટેલ તરફથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હર્ષાબેન પટેલ વતી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.