@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
જિલ્લા કલેક્ટર રાજકીય અગ્રણીઓ સંતો-મહંતો અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતનો વિદાઈ સંભારંભ યોજવામાં આવ્યો.
અફવાની હવાઓ ચાલતી રહી અને હું કામગીરી કરતો રહ્યો – સમય સારો અને ખરાબ આવતો રહે બસ આપણી કામગીરી પર જ ફોકસ કરવા જિલ્લા પોલીસને ખાસ સલાહ જિલ્લા પોલીસ વડાએ આપી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે તાજેતરમાં ગુજરાત રાજ્યના આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હરેશકુમાર દુધાતની પણ બદલી કરી અને ગાંધીનગર આઈબી વિભાગમાં પોલીસ વડા તરીકે તેમને મૂકવામાં આવ્યા છે ત્યારે બદલી થતાં વિદા સમારંભ યોજવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા પોલીસવડાનો હરેશકુમાર દુધાતનો ભવ્ય વિદાય સંભારમ યોજવામાં આવ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતે જિલ્લામાં 16 મહિના સુધી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ત્યારે 16 મહિનામાં જિલ્લામાં ક્રાઈમ કંટ્રોલ થાય અને સતત જિલ્લાનો વિકાસ થાય કોઈ કાયદાકીય રીતે હેરાન ન થાય તેવા પ્રકારના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જિલ્લામાં 16 મહિના દરમિયાન બનેલી હત્યા કેસો તથા અન્ય ગુનાઓ નું ડિટેકશન પણ સારું એવું કરવામાં આવ્યું છે તેનો તમામ શ્રેય જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત ને જઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આમ તો સારી એવી કામગીરી કરતી જ હોય છે પરંતુ સાચું માર્ગદર્શન અને બહોત અધિકારી હોય તો આ કામગીરી સરળતાથી અને ઝડપી અને કુનેહ પૂર્વક થઈ શકે તેવી જ કામગીરી છેલ્લા 16 મહિનામાં થઈ છે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ઇ ગુજકોપ છે સરકારી તમામ પ્રકારની પોલીસને લગતી વિગતો ઓનલાઈન દર્શાવતી હોય છે ત્યારે 16 મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લો 32 માં નંબરે હતો જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે સતત ફોકસ કરી અને હાલની પરિસ્થિતિ મુજબ તમામ પ્રકારની વિગતો આપવામાં સુરેન્દ્રનગર જિલ્લો છઠ્ઠા ક્રમે આવી ગયો છે.
આ ઉપરાંત જિલ્લામાં જે જ્ઞાતિ લેવલના ઝઘડાઓ ચાલતા હતા અંદરો અંદરના ઝઘડાઓ ચાલતા હતા તે અંગે જિલ્લા પોલીસવાળા દ્વારા અનેક વખત સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરી અને આવા ઝઘડાઓમાં સમાધાન પણ કરાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે 16 મહિનાની કારકિર્દી દરમિયાન રબારી સમાજ વચ્ચે ચાલતા અંદરો અંદરના વિખવાદો ઝઘડાઓ તથા મુસ્લિમ સમાજના અનેક પ્રશ્નો તેમજ અન્યત્ર સમાજ લેવલના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો ખુદ જિલ્લા પોલીસ વડા આ મામલે વિચારણા કરી અને બંને પક્ષોને બોલાવે છે અને સમાધાન કરાવતા હોવાનું 16 મહિના દરમિયાન સામે આવ્યું છે.
આઇપીએસ હરેશકુમાર દુધાતને ગાંધીનગર ખાતે આઇબી વિભાગમાં રાજ્યકક્ષાની કામગીરી સોંપવામાં આવી છે અભિનંદન પાઠવું છું – જિલ્લા કલેક્ટર કે.સી.સંપત
જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાત ના વિદાય સમારંભ પ્રસંગ અનુસંધાને ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેસી સંપર્ક પણ હાજર રહ્યા હતા ત્યારે અત્યાર સુધી હરેશકુમાર દુધાત ને સુરેન્દ્રનગર પૂરતી જવાબદારી હતી પરંતુ હવે તેમની બદલી ગાંધીનગર ખાતે થઈ છે વિભાગમાં રાજ્ય કક્ષાની તેમને કામગીરી સોંપવામાં આવી છે ત્યારે કામગીરી સારી રીતે કરી શકે તે માટે અભિનંદન પાઠવું છું જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી હોય ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અથવા કોઈ પ્રકારનો વહીવટી તંત્રનો પ્રશ્ન હોય તમામ પ્રકારના પ્રશ્નો જિલ્લા પોલીસવડા દ્વારા 16 મહિના દરમિયાન હલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત તેમના દ્વારા ગોઠવવામાં આવ્યો હતો તેને લઈને એક પણ સ્થળ ઉપર છપકલાકે કોઈ ગેરરીતી નથી થઈ તે બદલ પણ જિલ્લા કલેકટરે આઇપીએસ હરેશકુમાર દુધાત ને અભિનંદન પાઠવ્યા છે.
જિલ્લા પોલીસવડા તરીકેની નિર્ણય શક્તિના કારણે જિલ્લામાં બનતા મોટા બનાવો અટકાવવામાં પોલીસ સફળ રહી – હિતેન્દ્રસિંહ ચૌહાણ ( જિલ્લા ભાજપ પ્રમુખ )
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાત ના વિદાય સમારંભ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા ત્યારે છેલ્લા 16 મહિનામાં જિલ્લામાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ છે તે અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ત્યારે કોઈ પણ બાબત હોય જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવે તો તે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ શકતા હતા અને વિવિધ પ્રકારના પોલીસ વિભાગને કામે લગાવી અને કોઈ ગુનાહિત પ્રવૃતિ લાવવા માટે અથવા નાની બાબતે કોઈ મોટું સ્વરૂપ થતું હોય તો તે અટકાવવામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સફળ રહી છે આમ તો 2012 થી ભાજપ જિલ્લા મોરચાના યુવા પ્રમુખ તરીકે હતો ત્યારથી સાહેબ સાથે સારા સંબંધ હોવાનું હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વડવાળા મંદિર સાથેનો અતુટ નાતો – જિલ્લામાં જ્ઞાતિઓ વચ્ચેના ઝઘડાઓનું સુખદ સમાધાન કરાવવામાં જિલ્લા પોલીસવડા હરેશ કુમાર દુધાતની મહેનત રંગ લાવી – કોઠારી સ્વામી મુકુંદરામ બાપુ ( વડવાળા મંદિર )
હરેશકુમાર દુધાતના વિદાય સમારંભ પ્રસંગે વડવાળા મંદિરના કોઠારી સ્વામીશ્રી મુકુંદરામ બાપુ પણ હાજર રહ્યા હતા અને ખાસ કરી જિલ્લા પોલીસ વડા દ્વારા 16 મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરીને બિરદાવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે જ્ઞાતિઓ વચ્ચે ચાલતા ઝઘડાઓમાં સતત બંને પક્ષો સાથે વાતચીત કરી અને બંને પક્ષોને વચ્ચે શાંતિ જળવાઈ અને સમાધાન થાય તે પ્રકારના પ્રયાસો હર હંમેશા જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાત દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડવાળા મંદિર સાથે અતુટ નાતો જિલ્લા પોલીસ વડા નો રહેવું છે આગામી કારકિર્દી તેમની ખૂબ ખૂબ શુભદાયિ નીવડે તે અંગે ના અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે અને વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ દાસજી બાપુ એ પણ આશીર્વચન જિલ્લા પોલીસ વડા ને આપ્યા છે.
પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારની મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાના વિદાય સમારંભ કાર્યક્રમમાં તમામ નાયબ પોલીસ અધિક્ષકો પીઆઇપીએસઆઇ તેમજ અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે જિલ્લામાં વિવિધ પ્રકારની પ્રખ્યાત ચીજ વસ્તુઓ અને વિવિધ પ્રકારની મોમેન્ટો આપી જિલ્લા પોલીસ વડા તરીકેની સારી કામગીરી બિરદાવી અને ત્યારબાદ અગામી જે આઈ બી વિભાગમાં વડા તરીકે ફરજ બજાવવાના છે ત્યાં પણ તે સારી એવી કામગીરી કરી શકે તેવી ઇષ્ટદેવને પોલીસ પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને વિવિધ પ્રકારની મોમેન્ટો આપી અને પોલીસ પરિવારે પણ જિલ્લા પોલીસવડાનો આભાર વ્યક્ત કર્યો છે.
વિદાય સમારંભ ના પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લા પોલીસને સુચનો કર્યા.
વિદાય સમારંભ પ્રસંગે જિલ્લા પોલીસવડા તરીકે વિદાય લઈ રહેલા હરેશકુમાર દુધાત દ્વારા પોલીસ સ્ટાફને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે પૈકી સમય ખરાબ અને સારો આવ્યા જાય આપણે આપણી કામગીરી ઉપર ફોકસ જાળવવું અફવાઓનો દોર છે મારી પણ અફવા ઉડી હતી કે 16 મહિનામાં 55 જેટલા હત્યા ના બનાવો બન્યા પરંતુ ખરા અર્થમાં 16 કે 17 જેટલી હત્યા થઈ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાંથી મને ઘણું શીખવા મળ્યું ગુનાખોરી ડામવા જિલ્લા પોલીસ નો સપોર્ટ મળ્યો આ ઉપરાંત નાસીપાસ ન થવું ક્રાઈમ બને તો તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરવો અને છેલ્લે લોકો આપણા વિશે વિચારે તે પહેલા આપણે જે તે સ્થળેથી ચાલ્યા જવું સારું તેવું નિવેદન વિદાય સમયે જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હરેશકુમાર દુધાત દ્વારા આપવામાં આવ્યું છે પોલીસની આંખો પણ ભીંજાઈ ગઈ છે..