અહી બનેલ ઈકો ટુરિઝમ સાઈટના લીધે પર્યટનમાં વધારો થશે જેથી આ વિસ્તારમાં રોજગારી સર્જાશે જે આપના સૌ માટે આંનદની વાત છે. – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત
પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી (ઈકો ટુરીઝમ સેન્ટર)નું ઈ-લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વારાહી મામલતદાર કચેરી ખાતે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઇ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાની સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે ઈકો ટુરીઝમ સેંન્ટર બનાવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (B.A.D.P.) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર (કેમ્પ સાઈટ) તૈયાર કરવામાં આવેલ છે. જેને ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામા આવશે.
ઈકો ટુરીઝમ સેન્ટરના ઈ-લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સરહદી વિસ્તારના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઉદારતા રાખીને લગભગ ૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરિઝમ સાઈટ તૈયાર કરવામાં આવી છે. અહીના વિસ્તાર સાથેનો સંબધ છેલ્લા ૩૦ વર્ષથી છે. અહી અમે યુવાઓ સાથે એવાલ ગામે ટ્રેકિંગ માટે આવતાં હતા. સામે પાકિસ્તાનની બોર્ડર દેખાય છે. રાજ્યમાં નડાબેટ અને ચારણકા સોલારપાર્ક પછી એવાલ પણ ટુરિઝમ સાઈટ તરીકે સ્થાન પામશે. આ એવાલ ગામ એપિસેંટર હોવાથી પ્રવાસીઓ માટે વિસામો બનશે. અહી ઘુડખર અભ્યારણ છે અહી શિયાળ, ઘુડખર જેવા પશુઓ જોવા મળે છે. ચોમાસા દરમિયાન રણવિસ્તારમાં પાણી ભરાય તેવા વિસ્તારોમાં પંખીઓના મોટા ઝુંડ પણ જોવા મળે છે. તમે પણ લકજરી બસ લઈને નીકળ્યા હશો ત્યારે તમારા માટે આ ઈકો ટુરિઝમ સાઈટ વિસામો બનશે. અહી વરૂડી માતાનું મંદિર આવેલ છે. અહી બે ડેમો આવેલા છે. પાળિયા ઉપરાંત અહીના ઈતિહાસ લખવાનું કામ થશે તો આવનાર સમયમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રણપ્રદેશમાં ટુરિઝમ નિમિત્તે હુ દિલથી શુભકામના પાઠવું છું. અહી રાણકી વાવ, સોલાર પાર્ક પછી એવાલ ગામમાં પર્યટન વધશે. આના લીધે રોજગારી વધશે જે આપના સૌ માટે આંનદની વાત છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.