અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી – નડીયાદ રેલ્વે ફરી શરૂ કરવા માંગ ઉઠી છે,, કોરોના કાળ દરમિયાન બંધ થયેલ રેલવે આજ દિન સુધી શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..ડા
મોડાસા થી નડિયાદ રેલવે લાઇન કોઈક ને કોઈક પ્રશ્ને ચર્ચામાં રહેતી હોય છે.. ત્યારે વર્ષ 2003 થી શરૂ કરવામાં આવેલ રેલ સેવા કોરોના કાળ બાદ આજ દિન સુધી શરૂ ન થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાર વર્ષ અગાઉ મોડાસા- નડીઆદ પેસેન્જર ટ્રેન દોડતી હતી અને તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મોટી સંખ્યામાં લોકો આ પેસેન્જર ટ્રેન નો લાભ લેતા હતા. પરંતુ સરકાર દ્વારા માર્ચ- ૨૦૧૯ થી કોરોનાના કારણે આ પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી છે હવે જ્યારે ગુજરાત રાજ્યમાં પેસેન્જર ટ્રેનો દોડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે મોડાસા- નડીઆદ પેસેન્જર ટ્રેન પુનઃ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. કોરોના કાળ પછી બંધ પડી રહેલા રેલવે સ્ટેશનની હાલત દયનિય બની છે,, વર્ષ 2019 પછી રેલવે સ્ટેશન પર કોઈ ટ્રેન ન આવતા રેલવે સ્ટેશન ખંડેર બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે,, જ્યાં જુઓ ત્યાં માત્ર જાડી-જાખરા ઊગી નીકળ્યા છે,, રેલવે તંત્ર દ્વારા મોડાસા- નડીઆદ ટ્રેનને પુનઃ શરૂ કરવામાં વિલંબ કેમ કરવામાં આવે છે? તે એક સવાલ ઉભો થઇ રહ્યો છે,, ત્રણ વર્ષ અગાઉ જ્યારે આ પેસેન્જર ટ્રેન પાટા ઉપર દોડતી હતી ત્યારે તમામ સ્ટેશનથી પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યા વિશેષ રહેતી હતી. અને ચાર ફ્રિકવેન્સી ધરાવતી આ ટ્રેનને સુરત, વડોદરા, નડીઆદના પેસેન્જરો મળતા હતા. જેથી પેસેન્જરોના હીતમાં આ ટ્રેન શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.. વધુ મહત્વની વાત એ છે કે મોડાસા- નડીયાદ રેલ્વે લાઈન ઉપર ઈલેકટ્રીક લાઈન નાંખવાની કામગીરી પણ પુરી કરી દેવામાં આવી છે,, સાથે જ રેલવે તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક ટ્રેનનો સફળ ટ્રાયલ પણ લેવાઈ ગયો છે. તે વખતે મુસાફરો આશાવાદી હતા કે આવનાર દિવસોમાં આ લાઈન ઉપર ઈલેકટ્રીક એન્જીન ધરાવતી ટ્રેન દોડવાથી મુસાફરોનો સમય પણ બચાવ થશે. પરંતુ રેલવે તંત્ર દ્વારા કોરોના કાળ પછી બંધ કરવામાં આવેલ મોડાસા- નડિયાદ રેલવે શરૂ ન કરાતા લોકો આ ટ્રેન ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી એ છે
*ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી