@ઋતુલ પ્રજાપતિ અરવલ્લી
મોડાસા શહેરમાં ઘરફોડ ચોર ટોળકી સહીત મોબાઈલ ફોન ઝુંટવી લેતી ગેંગ છેલ્લા ઘન સમયથી સક્રિય હતી. જેને લઇ શહેરીજનો ચિંતિત બન્યા હતા. મોડાસા શહેરમાં મોર્નિંગ અને નાઈટ વોક માટે નીકળતા લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી ફરાર થી જતી ગેંગ છેલ્લા ઘણા સમયથી લોકો માટે ઉપઢું બન્યું હતું. અને આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે આ અંગે વોચ ગોઠવી હતી. અને આ મામલે એક દંપતીને ઝડપી પાડ્યું હતું. આ દંપતી મોર્નિંગ વૉક અને રાહદારીઓના મોબાઈલ ઝુંટવી ફરાર થઇ જતું હતું.શહેરની લીઓ પોલીસ ચોકી નજીકથી આ ચોર દંપતી ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે અયાન અને ચાંદની નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક લાખની કિંમતના છ મોબાઈલ જપ્ત કર્યા છે. મોડાસા ટાઉન પોલીસે નેત્રમ કેમેરાના આધારે ઓળખ કરી છે. નંબર વગરની એક્ટિવા પર સવાર થઈને રાહદારી અને વોકિંગ માટે નીકળતા લોકોને આ દંપતી ટાર્ગેટ બનાવતા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. આરોપી અયાન પાંચ વર્ષ અગાઉ મોડાસામાં શાકભાજી વેચતો હતો. જયારે આરોપી ચાંદની અને તેની સાસુને મનમેળ ન રહેતા તેઓ એ મોડાસામાં તફડંચી કરવાનું પસંદ કર્યું હતું.
આ મામલે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે, બંટી અને બબલી બંને પતિ-પત્ની છે. તેઓ મુળ અમદાવાદના છે પણ પરિવારની પારિવારીક ઝઘડાના કારણે તેઓ અહીં મોડાસાની ખાનગી હોટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી રહેતા હતા. તેમને પૈસાની જરૂર પડેલી એટલે તેવોએ ચોરી કરવાની શરૂ કરી હતી. ત્યારે સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસે આ મામલે સીસીટીવીની મદદથી આ બંટી અને બબલીને ઝડપી લીધા છે અને પોલીસે કુલ 6 ગુનાનો 1.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more
ભલે મંદીમાંથી પસાર થઇ રહ્યું ચીનનું અર્થતંત્ર, પરંતુ તેને અવગણી તો ના જ શકાય
ચંદ્રયાન-2માં જે દિશામાં સમસ્યા આવી હતી તે જ દિશામાં ચંદ્રયાન-3 વળવા જઈ રહ્યું છે*