@rutul prajapati
અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ ની સ્પેશ્યલ મિસિંગ ડ્રાંઇવ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ 7 માસ થી પરિવારથી વિખુટા પડેલ યુવાનને પરિવારજનો સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી.
છેલ્લા 7 મહિનાથી પોતાના પરિવારથી વિખૂટો પડી ગયેલ મધ્યપ્રદેશ રાજ્યનો એક યુવાન બુધવારની મધ્યરાત્રીએ મેઘરજના આશિષભાઇ વાળંદને મળતા તેમના દ્વારા આ યુવકને પાસે બોલાવી ચા નાસ્તો કરાવી સાંત્વના આપી, પોતાનું નામ સરનામું પૂછતાં આ યુવક નામ સિવાય કાંઈ બોલતો ન હોવાથી તેઓ એ મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર નો સંપર્ક કરતા વિખુટા પડેલા યુવાનનું કાઉન્સેલિંગ કયુઁ હતું. જેમાં આ યુવાન મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના સેલાણા તાલુકાના ચંદેર ગામનો હોવાનું અને પોતાનું નામ દિનેશ ગૌતમભાઈ નિનામા હોવાનું જણાવતા, મેઘરજ પોલીસે સોશિયલ મીડિયા મારફતે રતલામ જિલ્લાના પોલીસ કંટ્રોલ નો સંપર્ક કરતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી વીડિયોકોલ મારફતે માતા સાથે વાત કરાવી હતી.
સાત મહિનાથી વિખુટા પડેલા પુત્રનો અવાજ સાંભળતા માતા પુત્ર વીડિયોકોલમાં ચોધાર આંસુ એ રડી પડ્યા હતા સાથે જ મેઘરજ પોલીસ મથકે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.. ત્યારે મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી જે તોમરે આ વિખુટા પડેલ યુવકને સાંત્વના આપી, પરિવારથી વિખુટા પડેલા યુવાનને પોતાના પરિવાર સાથે મિલન કરાવી મેઘરજ પોલીસે માનવતા મહેકાવી હતી.
Couple Moment: લાઈવ મેચ દરમિયાન કેમેરાના ખોટા એંગલથી ફસાયું કપલ, ખાનગી ક્ષણ થઇ કેદ
માતા સીતાએ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો છે, હવે આ શહેર વિશ્વનું સૌથી પવિત્ર અને વિકસિત શહેર બનશે
To join our whatsaap group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3