લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટા ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરિષ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.અને તેઓ આજે ભાજપમાં જોડાશે. તેઓ તેમના સમર્થકો સાથે બપોરે 12 વાગ્યાની આસપાસ વિધિવત્ત રીતે કેસરિયો ખેસ ધારણ કરશે. અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના ચાર સભ્યો પણ ડેર સાથે કેસરિયા કરશે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર આજે ભાજપમાં જોડાશે. તે સિવાય એનએસયુઆઇના પૂર્વ નેતાઓ દિગ્વિજય દેસાઈ , ભુપેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલ સોલંકી, નવલસિંહ દેવડા, બકુલસિંહ, વિપુલભાઈ દેસાઈ અને આર બી જેઠલજ સહિત અનેક લોકો ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે સોમવારે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધુ હતું.
મહત્વનું છે કે તેઓ અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં અંબરિશ ડેરના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અંબરિશ ડેર અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે કહ્યું કે, ઘણા બધા સમયથી રામ મંદિર, 370 સહિતના મુદ્દે કોંગ્રેસમાં બધા મુદ્દા ઉઠાવતો હતો. તેમણે કહ્યુ કે મારા મત વિસ્તારમાં મારા કાર્યકર્તા, સમર્થકો સાથે ચર્ચા કરી અને ભાજપમાં સામેલ કરીશ. અને પાર્ટી જે જવાબદારી સોંપશે તે મુજબ કામ કરીશ