Arjun Modhwadia : આજે સવારથી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી, ત્યારે આ મામલે અર્જનુ મોઢવાડિયાએ સોશિયલ મીડિયા ટ્વીટર પર ખુલાસો કર્યો છે.
‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’
ઉલ્લેખનીય છે કે, સવારથી સ્થાનિક મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી હતી કે, અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આગામી ફેબ્રુઆરીમાં અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાશે એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા હતા.
મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી.
હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 24, 2024
એટલું જ નહીં તેઓ 5 હજારથી વધુ કોગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે એવી પણ વાતો હતી. ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બીજેપીમાં જોડાશે અને આગામી દિવસોમાં કોગ્રેસના પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી અટકળો પણ ચાલી રહી હતી.
પરંતુ ખુદ મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પરથી આ વાતને રદિયો આપ્યો છે અને પોતે ભાજપમાં જોડાવાના નથી એવી પણ સ્પષ્ટતા કરી છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મમતા બેનર્જીની કારનો અકસ્માત, અકસ્માતમાં CM ઘાયલ, જાણો કેવી રીતે થયો અકસ્માત
ભૂલથી પણ આ દિશામાં આવી ઘડિયાળ ન લગાવો, નહીં તો જીવનમાં આવશે મુશ્કેલીઓ
હૃતિક-દીપિકાની ‘ફાઇટર’ રિલીઝ પહેલા જ છવાઈ ગઈ, એડવાન્સ બુકિંગમાં ફિલ્મે આટલા કરોડની કમાણી કરી