#rutul prajapati, arvalli
Gujarat Rain: અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધનસુરા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ધનસુરા નગરમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે. મોડાસા – કપડવંજ ધોરીમાર્ગ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ધનસુરા નજીક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાની ઘટના બની છે. અમરાપુર ગામે વાંઘામાં યુવક પાણીમાં તણાયો છે. પાણીનો પ્રવાહ વધતા યુવક તણાયો હતો.
ઘટનાની જાણ થતા મામલતદાર ,પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં જવાના માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા છે. તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
બાયડમાં આભ ફાટ્યું
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
મોડાસામાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જામ્યો હતો. મોડાસા શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી. દઘાલીયા, વરથું, ઈસરોલ, ટીંટોઇ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે. ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી હતી.
ધનસુરા મકાનની દિવાલ થઇ ધરાશાઈ
સવારથી જ વરસી રહેલા અનરાધાર વરસાદમાં ધનસુરાના વડાગામ નજીક આવેલા વખતપુરા ગામમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.
વખતપુરા ગામે મકવાણા હઠીસિંહ આદરસિંહના મકાનની દિવાલ થઇ ધરાશાઈ થઇ હતી. જો કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો થયો વરસાદ
મહુવા 5.30 ઈંચ
બારડોલી 4.50 ઈંચ
કુકરમુડા 4.50 ઈંચ
વ્યારા 4.25 ઈંચ
ઉના 4 ઈંચ
વાલોડ 3.5 ઈંચ
નિઝર 2.75 ઈંચ
બાયડ 2.75 ઈંચ
મહેમદાવાદ 2.75 ઈંચ
તિલકવાડા 2.50 ઈંચ
સુત્રાપાડા 2.50 ઈંચ
સોનગઢ 2.50 ઈંચ
સુબિર 2.25 ઈંચ
બાલાસિનોર 2.25 ઈંચ
ડોલવડ 2 ઈંચ
ધનસુરા 2 ઈંચ
નાંદોદ 2 ઈંચ
મહુધા 2 ઈંચ
ગળતેશ્વર 2 ઈંચ
કોડીનાર 2 ઈંચ
Manipur Violence: મણિપુરમાં ‘કુકી’ અને ‘મીતેઈ’ વચ્ચે હિંસાનું કારણ શું છે?
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ